Vadodara

દાહોદમાં રોડ અપગ્રેડેશનની કામગીરીમાં વેઠ

દાહોદ, તા.૧૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં સમગ્ર દેશભરમાંથી એકમાત્ર દાહોદ નગરપાલિકાનો સમાવેશ કરતા 1000 કરોડ ઉપરાંતના માતબર રકમના ખર્ચે અનેકવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા.જે પૈકી કમાંડ ટએન્ડ કંટ્રોલ સેન્ટર, સિધ્ધરાજ જયસિંહ છાપ તળાવ, તેમજ એસટીપી પ્લાન્ટ અને બાદ કરતા ભગર્ભ સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટ, તેમજ રોડ અપડેટેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા માર્ટ સીટી મિશનમાં નક્કી કરેલા ધારાધોરણ તેમજ માપદંડોને તાક પર મૂકી વેઠ ઉતારાતી હોવાનું ચર્ચા રહ્યું છે. સૌપ્રથમ વાત કરીએ તો ભૂગર્ભ ગટરમાં માપ અને સાઈઝ મુજબ ગટરની ટાંકી ચેમ્બર અથવા પાઇપલાઇન નાખવામાં આવી છે. એક મોટો પ્રશ્ન છે. ઘણી ખરી જગ્યાએ તો ભૂગર્ભ ગટર નાખવાનું બાકી હોવા છતાંય એજન્સી દ્વારા ગટર જોડાણ ચાલુ કરી દીધા લાઈન ચોક થયાના બનાવો સામે આવી રહ્યા છે. તો રતલામી સેવ ભંડારની આગળ ભગર્ભ ની લાઈન નાખેલી ન હોવાથી ભૂગર્ભ ગટરને સ્ટ્રોમ વોટરના ચેમ્બરમાં જોડાણ કરી દેવામાં આવ્યુ છે.અધૂરામાં પૂરું સ્ટ્રોમ વોટરના ચેમ્બરમાંથી શુદ્ધ પાણીની પીવાની પાઇપ લાઈન નાખી દેવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ ભુગર્ભ ચેમ્બરમાંથી ગુજરાત ગેસની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે. તો વિચાર કરો કે સ્માર્ટ સિટી અંતર્ગત કામ કરનાર એજન્સી સ્માર્ટ સિટી મિશન ને મજાક સમજીને બેઠી છે. આ તમામ કામગીરી પર સુપરવિઝન અને બિલ મૂક્યા બાદ કંપલીટેશન સર્ટી આપનાર અધિકારીઓની જવાબદારી નક્કી થતી નથી. કે તેઓ સ્થળ પર જઈને કામની ચકાસણી કરે. આ તમામ બાજુઓને સાઈડ પર મૂકીએ તો જે ભુગર્ભનું જોડાણ સ્ટ્રોમમાં અને સ્ટ્રોંમમાંથી પીવાની પાઇપલાઇનમાં આમ એકબીજાના ચેમ્બરમાંથી બધું મિક્સ કરી દેવામાં આવ્યું છે. તો વિચાર કરો કે ભૂગર્ભનું પાણી સ્ટ્રોમ વોટરમાં જશે. અને તેમાંથી પસાર થતી પીવાની પાઇપલાઇનમાં દૂષિત પાણી પીવાની પાઇપલાઇનમાં મિક્સ નહીં થાય તેની ગેરંટી કોની.? આ એક મોટો પ્રશ્ન છે એટલું જ નહીં સ્માર્ટ રોડ અપડેટેશન કામગીરી અંતર્ગત નક્કી કરાયેલા દસ રસ્તાઓને પહોળા કરવા માટે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ઘણા બધા વેપારીઓ વિસ્થાપિત થતા તેઓ આજે પણ રોજગાર માટે દરદર ભટકી રહ્યા છે.

Most Popular

To Top