સુરત: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સીએ ફાઈનલ (CA) અને સીએ ઈન્ટરમિડીએટનુ રિઝલ્ટ (Result) જાહેર કરવામાં આવ્યું છે. સુરતના (Surat) એક સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયામાં સુરત ફાઈનલમા 12મો અને સુરતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે.
આજે સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડીયેટ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. સીએ ફાઈનલ પરીક્ષામાં ઇન્ડિયાના ટોપ 50 માંથી સુરતના 7 સ્ટુડન્ટે બાજી મારી છે. સીએ ઇન્ટરમીડીયેટ માં સુરતના ત્રણ સ્ટુડન્ટે ટોપ 50 માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. સીએ ફાઈનલ માં દેવાંશુ ગોહિલ વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 12 મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે સીએ ઇન્ટરમિડીયેટ માં રીસી મેવાવાલાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
ગયા વર્ષની સરખામણીમાં પરિણામ નીચું
આ વખતનું આ પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ જ નીચું રહેવા પામ્યું છે. સીએ ઇન્ટરમિડીયેટ નું બંને ગ્રુપ મળીને 9.73% પરિણામ રહ્યું છે જ્યારે સીએ ફાઈનલ નું બંને ગ્રુપ મળીને 9.42 ટકા પરિણામ રહ્યું છે. જોકે સુરતના વિદ્યાર્થીઓએ સારું પરિણામ હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરે બાજી મારી છે.
સીએ ફાઈનલમા દેવાંશુ ગોયલ સુરતમાં પ્રથમ
સુરતના દેવાંશુ ગોયલ નામના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા ખાતે 12 મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેવાંશુ એ 800 માંથી 568 ગુણ મેળવી સમગ્ર દેશમાં 12મો ક્રમ મેળવ્યો છે. પ્રિયાંશી શાહ 800 માંથી 562 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા ખાતે 17 મો રેન્ક મેળવ્યો છે અને સુરતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે કુશલ તમાકુવાળા 800 માંથી 557 મેળવી ઓલ ઇન્ડિયા 21 મો ક્રમ મેળવી સુરતમાં ત્રીજા ક્રમ પ્રાપ્ત કર્યો છે. કેશવ લધ્ધાએ 800 માંથી 540 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા 36મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં ચોથો ક્રમ મેળવ્યો છે. આશિષ કાકડીયા એ 800 માંથી 537 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 39 અને સુરતમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. મીનલ અગ્રવાલ દ્વારા 800 માંથી 535 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા ખાતે ૪૧મો ક્રમ મેળવી સુરતમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે શ્રેયા બંસલ દ્વારા 800 માંથી 527 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા ખાતે 48 મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં સાતમો ક્રમ મેળવ્યો છે.
સીએ ઇન્ટરમીડીયેટના રિશી મેવાવાલાએ સુરતના ઇતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા
સીએ ફાઇનલ ની સાથે ઇન્ટરમિડીયેટનું પણ આજે પરિણામ જાહેર થયું છે જેમાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 50 માં સ્થાન મેળવી સુરતને ગૌરવ વપાવ્યું છે. જેમાં રીશી મેવાવાળા એ 800 માંથી 668 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. રિશી મેવાવાલાએ સુરતના ઇતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે. તેના પિતા ટેક્સટાઇલ્સ માર્કેટમા એકાઉન્ટ તરીકે કામ કરે છે. રોજ ૧૦થી ૧૨ કલાક અભ્યાસ કરી તેને સફળતા મેળવી છે. જ્યારે રિશીકા અગ્રવાલ દ્વારા 800 માંથી 605 માર્ક મેળવી સમગ્ર દેશમાં 22 મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં બીજો ક્રમ મેળવ્યો છે. તો સ્મિત પરમાર દ્વારા 800 માંથી 581 ગોળ મેળવી ઓલ ઇન્ડિયા ખાતે 43 મો ક્રમ કરી તમામે ટોપ 50 માં સ્થાન મેળવ્યું છે.