ગાઝિયાબાદ: ગાઝિયાબાદનું (Ghaziabad) નામ બદલવાની કોશિશ તેજ થઈ ગઈ છે. આ અંગેનો ઠરાવ મહાનગર પાલિકાની (Corporation) બેઠકમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત હવે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે. હવે આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ગાઝિયાબાદનું નામ બદલાશે. તમને જણાવી દઈએ કે ગાઝિયાબાદનું નામ ગજનગર અથવા હરનંદી નગર રાખવા પર વિચારણા ચાલી રહી છે. મહાનગર પાલિકા તરફથી આ અંગેની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.
ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં નામ બદલવાનો પ્રસ્તાવ પાસ થતાં જ ગૃહમાં જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ ગાઝિયાબાદનું નામ બદલવાના પ્રસ્તાવનો માત્ર બે કાઉન્સિલરોએ વિરોધ કર્યો હતો. હવે ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશ સરકારને મોકલવામાં આવશે. આ શહેરનું નામ પણ ત્યાંથી જ નક્કી થશે.