Business

બીલીમોરા થી અયોધ્યા દોડ લગાવી જતા યુવક યુવતીઓનુ કાલોલમાં આગમન

કાલોલ : ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.

Most Popular

To Top