ભરૂચ: લોકસભા 2024ની (LokSabha2024Election) ચૂંટણીને લઈ રાજકારણમાં (Politics) ગરમાવો જોવા આવી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aમાં ઉકળતા ચરૂ જેવો ઘાટ દેખાઈ છે. કોંગ્રેસ (Congress) નેતાઓને ભરૂચમાં આપ (AAP) ઉમેદવાર નામંજૂર છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ (Bharuch) બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેને લઈ ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણની સંભાવના દેખાઈ રહી છે.
- ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણ ?
- AAPએ કરેલી જાહેરાત બાદ કોંગ્રેસ નેતાઓ અકળાયા
- AAPએ નામની જાહેરાત કરી એ ખોટું છે: સંદીપ માંગરોલા
બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (DelhiCMArvindKejriwal) ભરૂચ આપના ઉમેદવારની જાહેરાત કરી દેતા કોંગ્રેસ નેતાઓ અકળાયા હતાં. કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ (SandeepMangrola) સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે, I.N.D.I.A ગઠબંધન થયું છે તે ઉમેદવાર નક્કી કરશે. મને ઘણા કોંગ્રેસ કાર્યકરો-નેતાઓના ફોન આવ્યા છે. મેં કાર્યકરોને કહ્યું, ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ.
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા માટે જે ચૈતર વસાવાની (ChaitarVasava) જાહેરાત કરી દીધી છે. તે વ્યાજબી નથી જે ખોટું છે. જે ઈન્ડિયા ગઠબંધ બન્યું છે, જે નેશનલ લેવલથી જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાશે. વધુમાં કહ્યું કે, આ આદિવાસી મત બેન્કને છૂટી પાડીને વિભાજન કરી ભાજપને ફાયદો પહોંચાડવોનો આયોજન હોય તેવું સ્પષ્ટ જણાય છે.
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ જેલમાં ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી
અમદાવાદ: આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે અહીં જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા હતા. ત્યાર બાદ તેમણે દાવો કર્યો કે સત્તાધારી ભાજપ તેમની ‘અત્યાચાર અને તાનાશાહી’ની હદ વટાવી ગઈ છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલ અને ભગવંતસિહ માનએ તે પહેલાં રવિવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના આદિવાસી બહુલ નેત્રંગ વિસ્તારમાં વસાવાના સમર્થનમાં રેલીને સંબોધી હતી. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે વસાવા થોડા મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે ચુંટણી લડશે. તેમજ વસાવા હાલમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા હાલમાં ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ છે.