સુરત (Surat) : ઓલપાડમાં (Olpad) ગાય (Cow) એ યુવકના પ્રાઇવેટ પાર્ટમાં (PrivatePart) શિંગડા (Horns) ભેરવી હવામાં ફંગોળી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિચિત્ર ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર (Treatment) માટે સિવિલ (Civil) ખસેડાતા ડોક્ટરોએ માઇનર ઓપરેશન (Operation) કરવાની ફરજ પડી હતી.
ઇજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે તે કન્સ્ટ્રક્શન ના કામકાજ સાથે સંકળાયેલો છે. ગાય અને એનું વાછરડું ગેટ બહાર ચાલી જતા જબરજસ્તી લાવી રહ્યો હતો. તેથી ગાય ભડકી ગઈ હતી અને શિંગડા ભેરવી ઉછાળી નાખ્યો હતો. હાલ તબિયત સારી છે.
પરીવારે જણાવ્યું હતું કે ઘટના આજે સવારની અને હાથીસા ગામની છે. દિવ્ય જ્યોત સોસાયટીમાં કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી છે. 5 વર્ષ પહેલા પાળેલી ગાય અને એનું વાછરડું દોરડું ખોલી ગેટ બહાર નીકળી ગયું હતું. તેને લેવા દોડ્યા હતા. વાછરડું સોસાયટીમાં લઈ આવ્યા હતા. પરંતુ ગાય નખરાં કરી રહી હતી.
જબરજસ્તી કરતા ગાય એ પ્રાઈવેટ પાર્ટમાં શિંગડા ભેરવી હવામાં ફંગોળી દીધો હતો. કંઈક સમજ પડે તે પહેલાં જમીન પર પટકાયા બસ લોહીલુહાણ થઈ ગયો હતો. મિત્રો અને મજૂરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરો ટાંકા લેવાની ફરજ પડી હતી.
વધુમાં જણાવ્યું હતું કે તેઓ સૌરાષ્ટ્ર ના વતની છે. વર્ષોથી કન્સ્ટ્રક્શન ના કામકાજ સાથે સંકળાયેલા છે. ઓળપાડમાં દિવ્ય જ્યોત નામની સોસાયટીના નવનિર્માણ ની કામગીરી ચાલી રહી છે. આજ જગ્યા ઉપર ગાય અને એનું વાછરડું ઉછેરવામાં આવ્યું છે. આજે સવારે બન્ને ખુટીએ થી છૂટીને સોસાયટીની બહાર નીકળી ગયા હતા. એને પરત લઈ આવતા ઘટના બની હતી હાલ તબિયત સારી છે.