National

બાબરી મસ્જીદના પક્ષકાર ઈકબાલ અંસારીને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે મળ્યું આમંત્રણ

બાબરી મસ્જિદના (Babri masjid) પૂર્વ પક્ષકાર ઈકબાલ અન્સારીને (Iqbal Ansari) 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Consecration Program) માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વતી આજે તેમને આમંત્રણ પત્ર સોંપવામાં આવ્યું છે. VHP નેતાએ તેમના ઘરે પહોંચી તેમને આમંત્રણ પત્ર આપ્યું હતું.

રામ લલ્લાના અભિષેક સમારોહ માટે બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વતી શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદના ગજેન્દ્ર સિંહ ઈકબાલ અન્સારીના ઘરે પહોંચ્યા હતા અને તેમને આમંત્રણ આપ્યું હતું. અયોધ્યા જમીન વિવાદ કેસના પૂર્વ વાદી ઈકબાલ અન્સારીને 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અવસરે મળેલા આમંત્રણ પર ઈકબાલ અંસારીએ કહ્યું કે મને ખુશી છે કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે. અયોધ્યા હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી સંવાદિતાની ભૂમિ છે. તે હંમેશા અકબંધ રહેશે.

આમંત્રણ પત્ર મળ્યા બાદ ઈકબાલ અન્સારીએ કહ્યું કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ચોક્કસપણે હાજરી આપશે. તેમને ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે ભાગ પણ લીધો હતો. ઈકબાલ ઈન્સારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને દેશભરના મુસ્લિમોએ તેનું સન્માન કર્યું. ક્યાંય વિરોધ કે દેખાવો થયા ન હતા. અયોધ્યાના લોકો ખુશ છે, હું પણ ખુશ છું.

Most Popular

To Top