SURAT

પોલીસને આ લાંબા રૂટની ટ્રેનમાંથી લાખોની કિંમતની આ પ્રતિબંધિત વસ્તુ બિનવારસી મળી આવી

સુરત(Surat): રેલવે પોલીસને (RailwayPolice) તા. 4 જાન્યુઆરીની મધરાત્રિએ લાંબા રૂટની એક ટ્રેનમાંથી શંકાસ્પદ હાલતમાં બિનવારસી પડેલી બેકપેકો મળી આવી હતી. આ બેકપેક અંગે પૂછપરછ કરતા તેના માલિક મળી આવ્યા નહોતા. શંકાસ્પદ હાલતમાં પડેલી બેકપેકોને ચેક કરતા તેમાંથી જે વસ્તુ મળી આવી તે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

  • રેલવે એસઓજી અને એનડીપીએસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થ મળી આવ્યો
  • પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 21 કિલો કરતા વધુ ગાંજો મળી આવ્યો
  • પકડાઈ જવાના ડરે કોઈ અજાણ્યો બેકપેક ટ્રેનમાં મુકી ભાગી છૂટ્યો
  • રેલવે પોલીસે ગાંજો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી (SOG) વડોદરા-સુરતના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર નટવરલાલ ઉજમભાઇ, પોલીસ હેડ કોન્સેટબલ ઉગાભાઇ હામાભાઇ, દિનેશભાઇ વલ્લભભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ રણજીતસિંહ, રાજેંદ્રસિંહ કરશનભાઇ તથા એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશજી પરથીજી, અંબાલાલ હિમાભાઇ, ભરતભાઇ સોમાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જગદિશભાઇ લાલજીભાઇ તેમજ આર.પી.એફ. ના હેડ કોન્સ્ટેબલ ભુપસિંહ ચિરજીલાલ તથા CT યોગેશકુમાર સરમનસિંગ ટ્રેન નં.12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં (Puri-Ahmedabad Express) પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.

ત્યારે તા. 4 જાન્યુઆરીની રાત્રિના સમયે ટ્રેન વ્યારા રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના આગળના આવેલ જનરલ કોચ તથા રીઝર્વેશન કોચ નં.એસ/01 ના કોરીડોર વચ્ચે એક આસમાની-કાળા રંગની બેકપેક તથા કાળા-જાંબલી કલરની બેકપેક તથા લાલ-કાળા કલરની બેકપેક તથા નેવી બ્લ્યુ કલરની બેકપેકો શંકાસ્પદ હાલતમાં પડેલી હતી.

તેથી પોલીસે આ ચાર બેકપેકોની તપાસ કરી હતી. તેમાંથી કુલ 21,296 કિલોગ્રામ ગાંજો (Marijuana) કુલ કિંમત 2,12,960 સહિત કુલ કિંમત 2,13,760નો મુદ્દામાલ મળી આવ્યો હતો. કોઇ અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયું હોવાનું પોલીસ માની રહી છે.

Most Popular

To Top