SURAT

ડીંડોલીના મહાદેવનગર બ્રિજ ઉપર ટેમ્પો પાછળ બાઇક ઘુસી જતા પુણાના BSC ના વિદ્યાર્થીનું મોત

સુરત: ડીંડોલી મહાદેવ નગર બ્રીજ ઉપર મહારાષ્ટ્ર પુણા ના એક BSC ના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીમાર માતાની ખબર અંતર પૂછવા આવેલા ચંદરાજને સુરત આવ્યા ના 24 કલાકમાં જ કાળ ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. મિત્ર ના જન્મ દિવસની ઉજવણી બાદ ચા પીવા 3 બાઇક ઉપર નીકળેલા 7 મિત્રો પૈકીની ટ્રીપલ સવારી જતા મિત્રોની બાઇક બ્રિજ ઉપર ટેમ્પા પાછળ અથડાઈય જતા ચન્દ્રરાજ પાટીલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

પ્રકાશ પાટીલ (મૃતક ચન્દ્રરાજના મામા) એ જણાવ્યું હતું કે ચન્દ્રરાજ તુકારામ પાટીલ (ઉં.વ.23 રહે લીંબાયત આસપાસ નગર) નો રહેવાસી હતો. તે મહારાષ્ટ્ર ના પુણામાં BSC નો અભ્યાસ કરતો હતો. 4 મહિના જ બાકી હતા. પરિવારમાં એકનો એક દીકરો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. બીમાર માતાને મળવા આવેલા ચન્દ્રરાજને સુરત આવ્યા ના 24 કલાકમાં જ કાળ ભરખી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ચન્દ્રરાજના પિતા તુકારામ ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સુરત આવેલો ચન્દ્રરાજ ગુરુવારના રોજ મિત્રના જન્મ દિવસની ઉજવણીમાં ગયો હતો. જયાંથી 7 મિત્રો 3 બાઇક ઉપર સવાર થઈ મધુરમ સર્કલ ચા પીવા નીકળ્યા હતા.

ડીંડોલી મહાદેવનગર બ્રીજ ઉપર એક થ્રી વ્હીલ ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારી વાહન રોડ ઉપર ઉભું કરી દેતા બાઇક સવાર ત્રણ મિત્રો ટેમ્પા પાછળ ઘુસી ગયા હતા. રાત્રે 11 વાગ્યાના અરસામાં થયેલા અકસ્માત બાદ ત્રણેય મિત્રો ને સારવાર માટે સિવિલ લવાતા ચન્દ્રરાજને મૃત જાહેર કરાયો હતો. જ્યારે અન્ય બન્ને ને સામાન્ય ઇજા થઇ હતી.

પરિવારે વધુમાં જણાવ્યું હતું કે ઘણા મહિનાઓ બાદ બીમાર માતાની ખબર અંતર પૂછવા આવેલા એક ના એક દીકરા ચન્દ્રરાજના અકસ્માતમાં મોતના સમાચારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ચન્દ્રરાજ અભ્યાસ પૂરો કરી નોકરી કરી માતા-પિતાનો આર્થિક આધાર બનવાની ઈચ્છા રાખતો હતો. હાલ પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. મિત્રોએ જણાવ્યું હતું કે ટેમ્પા ચાલક પાસે લાયસન્સ પણ ન હતું. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top