દાહોદ, તા.૩૦
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક વિધ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે તો કેટલાક કામોતો પૂર્ણ થવા પામ્યા છે આ વિકાસના કામોમાં પહેલેથીજ નગરપાલિકા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની વચ્ચે ગજ ગ્રાહ ચાલી રહ્યો છે તો બીજી તરફ નગરપાલિકાના પદાધિકારીઓ સત્તાધીશો તેમજ સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની વચ્ચે તાલમેલ ના અભાવે ઘણા બધા વિકાસના કામોમાં ઠેક ઠેકાણે ઘોબા ચારી સામે આવી રહી છે તો કેટલીક જગ્યાએતો કામો કાગળ પર બતાવી દીધા છે પરંતુ વાસ્તવિકતામાં એ સ્થળે કામ થયાંજ નથી આવી ઘણી બધી ફરિયાદો હવે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ઉઠવા પામી છે ત્યારે દાહોદ શહેરના પુષ્ઠી નગર ખાતે 2019 /20 માં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવામાં આવી હતી તો સાથે ગટર સાથે હાઉસ કનેક્શન જોડવા માટે ચેમ્બર પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વિસ્તારમાં કામ કરનાર એજન્સીએ દેખાવા માટે માત્ર ગટરનું ઢાંકણું બનાવી કાગળ પર ચેમ્બર બતાવી દીધી હતી પરંતુ વાસ્તવિકસ્તામાં ત્યાં ચેમ્બર નહોતી અધૂરામાં પુરૂ કામ કરનાર એજનસીએ હાઉસ કનેક્શન નું જોડાણ કરી દીધું હતું પરંતુ ચેમ્બર ના હોવાના કારણે તે મકાનનું પાણી બાજુમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારના બાજુના કાચા ઘરોમાં જતા ત્યાંના સ્થાનિકો તીવ્ર દુર્ગંધ વાળા દુષિત પાણીથી ત્રાસી ઉઠયા હતા અને ઘણા બધા ઘરોમાં રોગચાળો પણ ફેલાયો હતો હવે જયારે આ એજનસીની પોલમ્પોલ સામે આવી છે તો બાય બાય ચારણી જેવો ઘાટ સર્જાયો છે આ વિસ્તારમાં ભુગર્ભ ગટરની લાઈન નગરપાલિકા એ નાખી કે સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપનીએ નાખી તેમાં જવાબદારી લેવા કોઈ તૈયાર નથી જવાબદાર અધિકારીઓના જવાબો પણ ચોકાવનારા સામે આવી રહ્યા છે તો બીજી તરફ લઘુમતી વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં ભુગર્ભ ગટરની લાઈન માંથી ગુજરાત ગેસ કંપની દ્રારા ગેસ પાઈપ લાઈન આરપાર નાખી દેતા વિકાસના નામે મજાક થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે જેના પગલે ખરેખર દાહોદમાં સ્માર્ટ સીટી બનાવી રહ્યા છે કે વિનાશ સીટી બનાવી રહ્યા છે તેવા પ્રશ્નો જન માણસમાં ઉઠવા પામ્યા છે shu આ બધા કામોનું સુપરવિઝન થતું નથી આ બધા ચાલી રહેલા કામોની સમીક્ષા કરવા માટે કોઈ જવાબદાર અધિકારી નથી ત્યારે આવા કરોડો રૂપિયાના કામોમાં ચાલતી લાપરવહી અને લાલિયાવાડીના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.
દાહોદમાં ભૂગર્ભ ગટર-ગેસ લાઈનમાં લાલીયાવાડી
By
Posted on