National

આ લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે અમૃત ભારત ટ્રેન, અંદરની તસવીરો જોઈને તમે દંગ રહી જશો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓએ અયોધ્યાધામ રેલવે સ્ટેશન (AyodhyaDhamRailwayStation), શ્રી વાલ્મિકી એરપોર્ટ (ShriValmikiAirport) ઉપરાંત 17,500 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ વડાપ્રધાને 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી છે, તેમાં અમૃત ભારત ટ્રેન (AmritBharatTrain) વિશિષ્ટ છે.

દેશની પ્રથમ અમૃત ભારત ટ્રેન આજે અયોધ્યાથી દિલ્હી માટે રવાના કરવામાં આવી છે. વી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી દરભંગા સુધી દોડતી અમૃત ભારત એક્સપ્રેસ 1 જાન્યુઆરીથી લખનૌ થઈને અયોધ્યા થઈને ચલાવવામાં આવશે. રેલવે બોર્ડે તેનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. વંદે ભારત ટ્રેનની તર્જ પર તૈયાર કરવામાં આવેલી આ દેશની પ્રથમ પુલ-પુશ ટ્રેન છે, જેમાં બે એન્જિન હશે. આમાં, બીજું એન્જિન ટ્રેનના છેલ્લા કોચ પછી હશે.

સ્પીડ આપવા માટે અમૃત ભારત ટ્રેનમાં બે એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેન 130 કિમીની ઝડપે પાટા પર દોડશે. અહેવાલો અનુસાર, દર મહિને 20 થી 30 અમૃત ભારત ટ્રેનો બનાવવામાં આવશે.

અમૃત ભારત ટ્રેનનું ઈન્ટિરિયર ખૂબ જ ખાસ છે. અમૃત ભારત એક નોન એસી ટ્રેન છે, જ્યારે વંદે ભારત ટ્રેન સંપૂર્ણપણે એસી ટ્રેન છે. ટ્રેનના કોચ સંપૂર્ણપણે કાચથી ઢંકાયેલા છે.

ટ્રેનમાં સામાન રાખવાની પુષ્કળ જગ્યા છે. તેની સીટો એકદમ આરામદાયક છે. ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે લાંબી મુસાફરી દરમિયાન પણ લોકોને થાક ન લાગે.

અમૃત ભારત ટ્રેનોમાં ઝીરો ડિસ્ચાર્જ એફઆરપી મોડ્યુલર ટોયલેટ છે. અમૃત ભારત ટ્રેનો ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નાઈમાં બનાવવામાં આવે છે.

મુસાફરોની સુવિધા માટે અમૃત ભારત ટ્રેનમાં ઘણા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. બાજુમાં મોબાઈલ ધારક પણ આપવામાં આવેલ છે. જેથી મોબાઈલ સરળતાથી ચાર્જ થઈ શકે.

અમૃત ભારત એક્સપ્રેસને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. તેના કોચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈ આંચકો ન લાગે.

Most Popular

To Top