નવી દિલ્હી: બિહારના (Bihar) રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. સત્તાપક્ષ જનતા દળ યુનાઈટેડની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહે (LalanSinh) પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. હવે આ જવાબદારી પણ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CMNititshKumar) સંભાળશે. આ અગાઉ સવારે લલન સિંહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક જ કારમાં બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
આ બેઠકમાં લલન સિંહે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાકીના નેતાઓએ સર્વાનુમતે સંમતિ આપી હતી. એટલે કે જેડીયુના નવા અધ્યક્ષ નીતીશ કુમાર પોતે હશે. તે પક્ષ અને સરકારના બોસ હશે. આગામી દિવસોમાં નીતિશ બંને જવાબદારી એક સાથે સંભાળતા જોવા મળશે.
રાજીનામું આપતી વખતે લલન સિંહે કહ્યું કે, મેં નીતીશ કુમાર જીની સલાહ પર જ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી લીધી હતી. હવે મારે લોકસભાની ચૂંટણી લડવી છે, આવી સ્થિતિમાં પક્ષની જવાબદારીઓ એક સાથે નિભાવવી એ એક પડકાર હશે. તેથી, હું નીતીશ કુમારને પાર્ટી અધ્યક્ષની જવાબદારી લેવાનો પ્રસ્તાવ આપવા માંગુ છું.
લલન સિંહે તેમના અધ્યક્ષીય ભાષણમાં કહ્યું કે ચૂંટણીમાં મારી સક્રિયતાને જોતા હું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારે મારા સંસદીય ક્ષેત્ર મુંગેર માટે સમય ફાળવવો પડશે. હું સમય આપી શકતો નથી. નીતીશ કુમારના આગ્રહ પર જ પ્રમુખ પદ સ્વીકાર્યું હતું, હવે ચૂંટણી લડવા માટે સતત બહાર રહેવું પડશે, તેથી મુખ્યમંત્રીને વિનંતી છે કે તેઓ JDU પ્રમુખ પદ સ્વીકારે. પ્રમુખ પદ છોડવાની સાથે લલન સિંહે નવા પ્રમુખ માટે નીતિશના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેમણે બેઠકમાં પ્રમુખ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અન્ય નેતાઓએ સમર્થન આપ્યું હતું.
નીતિશ કુમારે પણ લલન સિંહના પ્રસ્તાવને પોતાની સંમતિ આપી હતી. નીતિશે કહ્યું કે લલન સિંહ લાંબા સમયથી પ્રમુખ પદ છોડવા માંગતા હતા. મેં તેમને ઘણાં સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ. નીતીશ કુમારના એ નિવેદનનો અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે કે લલન સિંહને જેડીયુ પ્રમુખ પદ પર રહેવા માટે સમજાવવામાં આવ્યા હતાં પરંતુ તેઓ સહમત ન હતા. કેટલાક તેને સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે તો કેટલાક લલન સિંહના જેડીયુ પ્રમુખ પદ પરથી સન્માનજનક રીતે બહાર નીકળવાને ગણાવી રહ્યા છે. જેડીયુ નેશનલ કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાની સાથે જ નીતિશ કુમાર તીરની કમાન સીધી નીતિશ કુમારના હાથમાં જશે.