સુરત: કોરોનાના (Corona) નવો વેરીએન્ટ JN 1 ના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે, ત્યારે આ બિમારી સામે લડવા માટે સુરતનાં (surat) તંત્ર એ આગોતરી તૈયારી કરી લીધી છે. આજે સુરત શહેરના મેયર (Mayor) દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) ખાતે સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લીધી હતી. અહીં કોરોનાના (Corona) દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજરોજ તા.28/12/2023ના રોજ બપોર 4.00 કલાકે મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમા સ્મીમેર હોસ્પિટલના ડીન અને સીએમઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કોરોના ના નવા વેરીએન્ટ અંગે ચર્ચા કરી હતી અને આવશ્યક સૂચનો કર્યા હતા. કોવિડ-19 વાયસ્સના ઓમીકોન વેરિયન્ટના સબ-વેરિયન્ટ JN1 માં આગામી સમયમાં ઇન્ફેકટીવીટી વધુ હોઈ શકે છે. પરંતુ તે પૈકી ખુબ ઓછા લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.
હાલ સિવિયર એક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેકશન હેઠળ દાખલ દર્દીઓનું જરૂર જણાયે ટેસ્ટીંગ કરવામાં આવે છે. આ વેરિયન્ટમાં 2-3 દિવસ શરદી, ખાંસી તાવ રહે છે, જેથી દર્દીએ જરૂરી સારવાર લઇ ઘરે આઈસોલેશનમાં રહેવું હિતાવહ છે.
હોસ્પીટલમાં મારક પહેરવું હિતાવહ છે. સીવીલ. સ્વીમેર તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં પ્લાન્ટ બાબતે જરૂરી મોકડ્રીલ પૂર્ણ કરવામાં આવી છે. પેન્ડેમિક સ્થિતિમાં જરૂરી કટાફ, મેડીસીન તેમજ અન્ય લોજીસ્ટીકની ઉપલબ્ધતા બાબતે તૈયારી રાખવામાં આવી છે.
પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે તમામ મેડીકલ ઓફિસર તથા પેરામેડીકલ સ્ટાફને આ બાબતે જરૂરી માહિતી તેમજ ઓરીએન્ટેશન ટ્રેનીંગ આપવામાં આવેલ છે તેમજ સ્મીમેર હોસ્પીટલમાં પણ તમામ મેડીકલ ઓફિસર તથા પેરામેડીકલ સ્ટાફને આ બાબતે જરૂરી માહિતી તેમજ ઓરીએન્ટેશન ટ્રેનીંગ આપવામાં આવેલ
સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મીમેર હોસ્પિટલમાં કુલ 1640 બેડ ઉપલબ્ધ છે. જે પૈકી હાલની પરિસ્થિતિ માટે કોરોના પેશન્ટ માટે 48 બેડ તેમજ માં 24 બેડ રીઝર્વ રાખવામાં આવેલ છે.
સ્મીમેર ખાતે 553 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. ઓક્સીજન ફેસીલીટીવાળા 318 બેડ તૈયાર રાખેલ છે તેમજ 515બીજા ઓક્સીજન બેડની વ્યવસ્થા સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગ ખાતે જરૂરીયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવશે.
સુરત શહેર તેમજ સરકારી/ખાનગી હોસ્પિટલોમાં ડિસ્પ્લે 52 કોવિડ અવેરનેસ મેસેજ દ્વારા જનજાગૃતિ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર જણાચે ખાનગી હોસ્પિટલોમાં 6500 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે.