Vadodara

વડોદરા: છાણી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી રમતા રમતા ખાડામાં ખાબકી

વડોદરા: (Vadodara) શહેરના છાણી વિસ્તારમાં યોગી નગર ટાઉનશીપ નજીક એક નિર્માણાધીન બિલ્ડિંગનું (Construction Site) કામ કરી રહેલા શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દ્વારા તાબડતોબ રેસ્ક્યુ (Rescue) ઓપરેશન હાથ ધરી ગણતરીની મિનિટોમાં તેને બહાર કાઢી લેવામાં આવી હતી. પરંતુ બાળકીનો જીવ બચાવી શક્યા ન હતા.

છાણી વિસ્તારમાં રામાકાકાની દહેલી સામે આવેલ યોગી ટાઉનશીપ નજીક ગેલેક્સી એવન્યુ નામની બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાં સળિયા અંગેનું કામ કરી રહેલા મૂળ બંગાળના શ્રમજીવી પરિવારની એક 3 વર્ષની ટપુર લખીરામ રાય નામની બાળકી ઘર પાસે રમી રહી. હતી દરમિયાન અચાનક પાઈના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. પરિવારજનો એક તરફ બાળકીની શોધખોળ કરી રહ્યું હતું. ત્યાં આ બાળકી ખાડામાં ખાબકી હોવાનું ધ્યાને આવતે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

જેના પગલે તાબડતોબ છાણી ટીપી 13ની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને માત્ર 20 મિનિટમાં બાળકીને ખાડામાંથી બહાર કાઢી હતી. ખાડામાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા જ છાણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

જે ખેતરમાં ખાડા ખોદવામાં આવ્યા હતા તે ખેતર હિતેશ અંબાલાલ પટેલ નામના ખેડૂતનું હતું અને તેઓએ આ ખાડા ખોદાવ્યાં હોવાનું બહાર આવતા બેદરકારી બાદલ તેઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેદરકારી અંગેની કલામ 304 ( અ ) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકીના મોતને પગલે તેણીના પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો.

બાળકી જો છતી પડી હોત તો કદાચ જીવ બચી શક્યો હોત
10 ફૂટ ઊંડા ખાડામાં 3 વર્ષની બાળકી ખાબકી હતી. આ બાળકી ઊંધા માથે ખાડામાં ગરક થઇ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ માથામાં ઇજાઓને પગલે તેણીનું મોત નીપજ્યું છે. જો બાળકી છતી ખાડામાં ખાબકી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત

ઓરડી બનાવવા ખાડા ખોદવામાં આવ્યા હતા
ખેતરના માલિક હિતેશ પટેલના જણાવ્યા અનુસાર મજૂરોને રહેવા માટે ઓરડી બનાવવા માટે એક ફૂટ ડાયામીટરની પાઇલ બનાવવામાં આવી હતી. પાઇપલિંગ કરી પતરાની ઓરડી બનાવવાની હતી અને આજે તેનું કામ પૂર્ણ થવાનું હતું. પરંતુ સંજોગોવશાંત બાળક રમતા રમતા ફેન્સીંગ તારમાંથી અંદર આવ્યું અને ખાડામાં ખાબક્યું અને માસૂમનું મોત થયું છે જેનું મને ખુબ દુઃખ છે.

એક મહિના અગાઉ જ અહીં રહેવા આવ્યા હતા
બિલ્ડિંગનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે જેથી શ્રમજીવી પરિવાર અહીં કામ અર્થે આવ્યો હતો. એક મહિના અગાઉ જ આ સ્થળે તેઓ રહેવા આવ્યા હતા.અને આજે સવારે શ્રમજીવી પરિવાર ભોજન કરી રહ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.

Most Popular

To Top