સુરત (Surat) : ઝારખંડમાં (Jharkhand) આવેલા વસેપુર (Vasseypur) ગામ જયા ગેંગ્સ ઓફ વસેપુરનુ (Gangs of Vasseypur) શુટિંગ થયું હતું તે સ્થળેથી સુરત પોલીસે (SuratPolice) ખૂંખાર આરોપીને દબોચી લીધો હતો. સુરતના ચાર કોન્સ્ટેબલોએ આ આરોપીને પકડવા માટે સાત દિવસ સુધી ટેમ્પો ભાડે ચલાવવો પડયો હતો. 16 વર્ષ પહેલા હત્યા કરીને ભાગેલો આ આરોપી એવું કહેવાય છે કે ટેમ્પો ચલાવતો હતો.
- 16 વર્ષ પહેલા થયેલી કરપીણ હત્યાનો આરોપી પીસીબીએ ફિલ્મી ઢબે પકડયો
- પંદર વર્ષ કરતા વધારે સમયથી વોન્ટેડ હોય તેવા 17 આરોપી પકડીને પીસીબીએ રેકર્ડ કર્યો
- પોલીસ કોન્સ્ટેબલોનો ટેમ્પાચાલક તરીકેનો ફોટો ખાસ લેવો
પીસીબીના કોન્સ્ટેબલોને એવી બાતમી મળી હતી કે આ ખૂંખાર આરોપી પાસે હથિયાર હોય શકે છે. તેથી પીસીબીના કોન્સ્ટેબલોએ જાતે ટેમ્પાચાલક બનીને ગમછો પહેરીને આ આરોપીનો પીછો કર્યો હતો. આરોપી મોહમદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અન્સારી ઉ. વર્ષ 43, રહેવાસી મદીના મસ્જિદ પાસે લિંબાયત તથા હાલમાં ધનબાન , બિહાર ખાતે આવેલા વસીપુર ખાતે રહેતો હતો.
આ વિસ્તાર તે ખૂંખાર હત્યા અને લૂંટ કરતા આરોપીઓનો ગઢ માનવામાં આવે છે. મોહમદ ઉર્ફે અમર તે તેના મિત્ર મહેરાજ અલીનો દયાશંકર શિવચરણ સાથે લેતીદેતીમાં ઝઘડો થયો હતો. તેથી તેઓએ વર્ષ 2003માં દયાશંકર સાથે ઉધના હરિનગરમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં દારૂ પીવડાવીને દયાશંકરના ગળાને ભાગે છરી ફેરવી દીધી હતી.
બાદમાં દયાશંકરની ઓળખ નહી થાય તે માટે તેના ચ્હેરા પર તથા રૂમ પર કેરોસીન નાંખીને રૂમજ સળગાવી નાંખ્યો હતો. આ ઘાતકી બાદ આરોપી મહેબૂબ સુરત છોડીને તેના ગામ ફરીથી ભાગી ગયો હતો. આ આરોપી હાલમાં ફરીથી વસેપુરમાં આવી ગયો છે જે બાતમી મળતા પીઆઇ સુવેરાએ દિપક બારોટ, સહદેવ , અશોકભાઇ લાભુભાઇ , હસમુખભાઇ મોહનભાઇની ટીમને ધનબાદ મોકલી હતી.
જયાં આ લોકો ટેમ્પાચાલકનો વેશ ધારણ કરીને આરોપીને ચૂપચાપ દબોચીને સુરત ભેગો કરી દીધો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન પંદર વર્ષ કરતા વધારે સમયથી વોન્ટેડ હોય તેવા સતર જેટલા આરોપીઓને હાલમાં જેલ ભેગા કરવામાં આવ્યા છે. પીસીબીએ ગુજરાતમાં આ મામલે રેક્ડબ્રેક કામગીરી કરી હોવાની વિગત જાણવા મળી છે.