National

RBIને મળી ધમકી, 11 જગ્યાએ બોમ્બનો દાવો, ગવર્નર દાસ અને નાણામંત્રી સીતારમણના રાજીનામાની માંગ

નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ (E-Mail) દ્વારા બોમ્બની (Bomb) ધમકી (Threat) આપવામાં આવી હતી. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

આરબીઆઈ ઓફિસ ઉપરાંત એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોની શોધખોળ કરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આરબીઆઈ ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી હતી. મુંબઈમાં કુલ 11 જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે આવું કંઈ થયું નથી.

પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ સંદર્ભમાં, એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top