Gujarat

CM કાર્યાલયના અધિકારી, કર્મચારીઓ ઝીરો-એરરના મંત્ર સાથે કામગીરી કરે: દાદા

ગાંધીનગર: રાજ્યના (Gujarat) છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે, તેવું મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ (CM Bhupendra Patel) પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023ની (Good Governance Day–2023) આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નવા ઇનિશિએટિવ્ઝ અંતર્ગત પહેલમાં સીએમ કાર્યાલયની અપડેટેડ વેબસાઈટ, સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઈટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લૉન્ચિંગ કર્યું હતું.

સીએમ કાર્યાલયની આ નવી વેબસાઈટ સરળ નેવિગેશન, સહજ એક્સેસ, મોબાઈલ રિસ્પોન્સિવ પેજીસ, સમાચાર તથા પ્રેસ રિલીઝનું સરળ શેરિંગ, ફોટો-વીડિયો માટે સરળ વોલ સહિતની ઘણી સુવિધાઓથી સભર છે. તેના પરથી હવે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પ્રત્યેક પોસ્ટ જોવા મળી શકશે. તેમજ રાજ્ય સરકારના અગત્યના નિર્ણયોની માહિતી નવી વેબસાઈટના હોમ પેજ પરથી જ મળી રહેશે.

સ્વાગત કાર્યક્રમની અદ્યતન વેબસાઈટમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આપોઆપ અરજી ઉપરી અધિકારીને તબદીલ થાય છે. અરજીના ઝડપી નિકાલ તથા મોનિટરીંગ માટે ઓટો એસ્કલેશન મેટ્રિક્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુડ ગવર્નન્સ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ એમઓયુ થયાં હતા. જેમાં એનએફએસયુ અને મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, એમએનએફએસયુના અને સીએમ. ડેશબોર્ડ તથા વાધવાની ફાઉન્ડેશન અને મુખ્યમંત્રી કાર્યાલયના એડમિન એકમ વચ્ચે વિવિધ વહીવટી પ્રક્રિયા સરળ કરવા અંગે એમઓયુ થયા હતા.

ભૂપેન્દ્ર પટેલએ ટેકનોલૉજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે, ટેકનોલૉજીના મહત્તમ ઉપયોગ થકી જનજન સુધી પહોંચવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. તેમણે દરેક અધિકારીઓને સુશાસન માટે પોતાને યોગ્ય લાગે તેવા નહિ, પરંતુ સહિયારા ટીમ વર્કથી ઉપજેલા સર્વસંમત નિર્ણયોનો અસરકારક અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો. અન્ય અધિકારી કર્મચારીથી ભૂલ થઈ શકે, પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ-કર્મચારીઓએ ભૂલને અવકાશ ન આપવો જોઈએ. તેમણે ‘ઝીરો-એરર’ના મંત્ર સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે IITRAM દ્વારા સીએમ ડેશબોર્ડ પર કરાયેલા અભ્યાસના અંગે રિપોર્ટનું વિમોચન કર્યું હતું.

Most Popular

To Top