ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava) તેમજ ગુજરાતના સરહદી આદિવાસી નેતા ડો. શાંતિકર વસાવા (Dr.ShantikarVasava) સાથે વાક્યબાણમાં સામ સામે આવી ગયા હતા. એ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો.
આદિવાસી એકતા પરિષદના સંયોજક તેમજ સ્ત્રીરોગચિકિત્સક ડો. શાંતિકર વસાવાએ આ સભામાં આત્મનિર્ભર આદિવાસીઓની જમીન છીનવી લીધી પછી પણ સ્વાભિમાનની વાત કરનારા રાજકારણી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. જે સમુદાય સ્વાભિમાનથી રહેતો હોય એ જ ભીખારીમાં ફેરવાઈ ગયો છે. કોઈપણ વસ્તુની જરૂર હોય ત્યારે જ કોઈની સામે ભીખ માંગવાની જરૂર નથી.
વધુમાં ડો.શાંતિકર વસાવાએ આદિવાસીઓની ઓળખ આપતા જણાવ્યું હતું કે આદિવાસીઓ પોતાનું અનાજ ખાય છે. પોતાનું પાણી પી છે. તેમના લોકગીતો અને પરંપરાગત વાંજિત્રો વગાડતા હોય છે. પોતાની બોલીમાં બોલતા હોય છે. રાજકીય નેતાઓએ તેઓને ભોજન પાણી માટે ભીખ માંગવા માટે છોડી દીધા છે.
દુર્ભાગ્યવશ તમે સ્વાભિમાનની વાત કરો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નર્મદા જિલ્લાના એકતા નગર તેમજ સરદાર સરોવર ડેમ માટે જમીન સંપાદન કરવાનો નિર્ણય એક સમિતિ દ્રારા કરવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી રાજકીય નેતાઓ પણ એક ભાગ હતા. આદિવાસીઓએ પ્રતિમા અને ડેમ માટે પોતાની જમીન ગુમાવી છે.
તમે સ્વાભિમાનની વાત કરો છો. જેઓ હવે તમને આત્મનિર્ભર બનવા અને આત્મસન્માન કરવા માટે પ્રવચન આપી રહ્યા છે. આવા પ્રશ્નોનો ઉલ્લેખ કરતા જ સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમની સીટ પરથી ઉભા થઈને અટકાવીને કહ્યું કે “આદિવાસી પર બેઠેલા નેતાઓનો અનાદર કરો છો. તમે આદિવાસી સમાજની હિતની વાત કરોને.”આ ટિપ્પણી માટે ડો.શાંતિકરએ લોકોને કહ્યું કે “મનસુખભાઈ મને બોલવાનું બંધ કરવાનું કહે છે કારણ કે હું દેખીતી રીતે અનાદર કરી રહ્યો છે.”
જેને લઈને લોકોએ ડો.શાંતિકર વસાવાના સમર્થનમાં દેકારો બોલાવ્યો હતો. ભીડનો મિજાજ જોઇને ડો. શાંતિકર વસાવાએ લોકોને કહ્યું કે “ધિરાણ અને સંયમ રાખવા માટે જણાવ્યું હતું.”
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઘણા લોકો વસાવા સમુદાયને તોડવાના પ્રયાસ કરે છે પરંતુ તેઓ સફળ થશે નહીં. અમે તો સમુદાયને એક કરવામાં પ્રયાસ કરી રહ્યા છીએ. હું તો ડો. શાંતિકર વસાવાને કહેવા માંગતો હતો કે આ સભા એક કરવા માટે છે.
સમુદાયને વિભાજિત કરવા માટે નથી. આદિવાસી સમુદાયની લાગણી છે કે વિકાસ અને એકતા હોવી જરૂરી છે.” કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓ સમુદાયના સભ્યો સુધી પહોંચવી જોઈએ તેની ખાતરી કરવા માટે આ કાર્યક્રમ એક “પ્લેટફોર્મ” હતું એમ જણાવ્યું હતું.
આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ ઉપસ્થિત રહીને ટુકું ભાષણ વખતે લોકોએ સમર્થનમાં ચિચિયારી પાડતા જણાવ્યું હતું કે તમે બધા જાણો છો કે તમારા નેતા ચૈતર વસાવા કેમ નથી આવ્યા એ ખબર છે. અમારા પરિવાર પર આવેલી મુશ્કેલીના સમયે તમારો ટેકો માટે હું બધાની ઋણી રહીશ.