અમેરિકા: આવતા વર્ષે એટલે કે 2024માં અમેરિકા (America) ફરી પોતાનો સ્પેસ શટલ (Space Shuttle) પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ (Project) માટે અમેરિકાની ખાનગી કંપની સિએરા સ્પેસની (Sierra Space) પસંદ કરવામાં આવી છે. આ કંપનીનું યાન ડ્રીમ ચેઝર (Dream Chaser) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પ્રોગ્રામ માટે જરૂરી તમામ સામગ્રી લઈ જશે.
મળતી માહિતી મુજબ સીએરા સ્પેસએ મુસાફરોને વહન કરાવતા અવકાશયાનને ડ્રીમ ચેઝર નામ આપ્યુ છે. તેમજ કાર્ગો સામાનને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડતા યાનને શૂટિંગ સ્ટાર નામ આપ્યું છે. આ બંન્ને વાહનો મુળભુત રીતે સમાન જ છે. પરંતુ પેસેન્જર્સ અને લગેજના હિસાબે યાનના અંદરના ભાગમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. આ બંને વાહનો સ્પેસ શટલ પ્રોગ્રામની જેમ ટેકઓફ અને લેન્ડ થશે.
જણાવી દઇયે કે સિએરા સ્પેસે હન્ટ્સવિલે અલાબામાં જાપાનના ઓઇટા એરપોર્ટ અને યુનાઇટેડ કિંગડમમાં સ્પેસપોર્ટ કોર્નવોલમાં ઉતરાણ કરવાની પરવાનગી મેળવી છે. જેથી ડ્રીમ ચેઝર કે શૂટિંગ સ્ટારને લેન્ડિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જ્યારે આ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. ત્યારે તે નજીકના લેન્ડિંગ સ્થળ ઉપર સુરક્ષિત રીતે ઉતરવું જોઈએ. કંપની દ્વારા આ વાતની પણ ખાસ કાળજી લેવાયી છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં ડ્રીમ ચેઝરનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ઓફિસ ઓફ કોમર્શિયલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશનએ સીએરાને લેન્ડિંગની પરવાનગી આપી છે. એફએએ દ્વારા પહેલાથી જ સીએરા સ્પેસને તેના સ્પેસ વિમાન ડ્રીમ ચેઝરને, કેપ કેનાવેરલ સ્પેસ પોર્ટ શટલ લેન્ડિંગ ફેસિલિટી પર લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સ્પેસ પ્લેન ડ્રીમ ચેઝર વિશ્વનું એકમાત્ર સ્પેસ શટલ છે કે જે કોઈપણ રનવે પર ઉતરી શકે છે. તેના રનવેની લંબાઈ 10,000 ફૂટ હોવી જરૂરી છે. તેમજ તે સામાન્ય વિમાનની જેમ લેન્ડ કરશે. આ શટલને ULA Vulcan Centaur રોકેટ ઉપર અવકાશમાં મોકલવામાં આવશે. જેનું લોન્ચિંગ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી થશે.
લોન્ચિંગ દરમિયાન ડ્રીમ ચેઝરની પાંખોને ફોલ્ડ કરીને રોકેટની ટોચ પર મૂકવામાં આવશે. જ્યારે તે અવકાશમાં ઉડશે ત્યારે તેની પાંખો ખુલશે. અવકાશમાં પહોંચ્યા બાદ તે સ્પેસ સ્ટેશનની નજીકના ચાર તબક્કામાં જશે. તે પહેલા સ્ટેશને 1080 ફૂટ નજીક પહોંચશે. પછી 820 ફૂટ પહોંચશે. ત્યાર બાદ 98 ફૂટ અને છેલ્લે 38 ફૂટ સુધી પહોંચશે.