Charchapatra

જ્યાં સંસદભવનની સુરક્ષા નથી થઈ શકતી ત્યાં દેશની સુરક્ષા કેવી રીતે થવાની?

સંસદમાં ઘૂસણખોરીનો બનાવ બહુ મોટો સિક્યોરિટી ફેલ્યોર છે. દેશમાં સહુથી વધુ સલામતી વ્યવસ્થા સંસદભવનમાં સક્રિય હોય છે અને ત્યાં પણ ઘૂસણખોરી થઈ શકે? એક પછી એક પાટલીઓ કૂદતો ઘૂસણખોર એ અત્યંત શરમજનક દૃશ્ય છે. એવું લાગે છે કે 2001ના બનાવ પછી પણ સંસદનું સુરક્ષા તંત્ર સુસ્ત છે, બેપરવાહ છે. ઘૂસણખોર કોઇ વિસ્ફોટક સાથે પણ પ્રવેશી ગયો હોત તો કેવી મોટી અફરાતફરી મચી હોત? જો સંસદ ભવન જ સલામત નથી તો દેશના બીજા ભાગોની સલામતી વિશે કોણ ખાતરી આપશે? જો ઘૂસણખોરો હતો તેઓ તાનાશાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા. કોઇને પણ થશે કે તેઓ જે તાનાશાહી વિરુદ્ધ સૂત્રો પોકારતા હતા તે ખરેખર તાનાશાહ હોત તો આ ઘૂસણખોરી શકય હોત? તાનાશાહો તો અંતક્રૂર અને ચુસ્ત વ્યવસ્થામાં માનતા હોય છે. પોતાને સલામતીના અભેદ કિલ્લામાં રાખતા હોય છે.
બિલિમોરા         બી.એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખુરશીની ભાગદોડ
2024ની ચૂંટણીના મહાસંગ્રામ પહેલાં જાણે કે પહેલા દોરની ચૂંટણી શાંતિથી પૂર્ણ થઈ ગઈ. ત્રણે રાજ્યમાં કોંગ્રેસ પતી ગઈ. હવે જીતેલાં લોકોમાં હરીફાઈ જામી છે. ઘોડા દોડી રહ્યા છે. દિલ્હી દોડી રહેલા નેતાઓએ પોતાની આંખો સાધી લીધી છે. તેમનું માત્ર એક જ નિશાન છે. ખુરશી? આ ખુરશી વાંકી વસ્તુ હોય છે. કેટલાંક લોકો એવાં છે, જે વર્ષોથી દાયકાઓથી તેના પર બેઠા છે. પરંતુ થાક્યા નથી. પેટ ભરાતું નથી. જ્યારે દેશમાં કેટલાંક લોકો એવાં છે, ખુરશી નામની વસ્તુ સાથે જેમને કોઈ લેવા દેવા નથી. કાયમ જમીન પર જ બેસે છે.

જાણે કે તેઓ ખુરશીથી પણ પહેલાં જન્મ્યા હોય તેમનું આખું જીવન જાજમ પાથરવામાં પસાર થઈ ગયું છે. કેટલાકને દિલ્હી બોલાવાઈ રહ્યાં છે. કેટલાંક કારણ વગર જ દિલ્હી દોડી રહ્યા છે.  જેને આમંત્રણ મળતું નથી તેઓ તાના રાજ્યને નિવાસસ્થાને જ કરતબ બતાવી રહ્યા છે. હકીકતમાં રાજકારણ ઈશારાની રમત છે. કોંગ્રેસમાં તો જે જીત્યા છે તેના કોઈ કોમન નથી કે જીતીને પણ સરકાર બનાવી થાકતા નથી. સરકાર વગરનું ધારાસભ્યપદ એક પ્રકારની ઘંટડી જ છે. ટ્રાન્સફર નિમણૂક કોઈનું કંઈ ચાલતું નથી. આવા ધારાસભ્ય બનવા કરતાં તો સામાન્ય માણસ જ સારું છે.
ગંગાધરા જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top