વડોદરા: વડોદરા (Vadodara) શહેરના છાણી જીઇબી સબ સ્ટેશનમાં (GEB Sub Station) મગર (Crocodile) આવી જતા વીજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો બનાવવાની જાણ કરાતા જ સ્થળ પર પહોંચેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિએન્ટરો દ્વારા 6 ફૂટના મગરનું ભારે જહેમતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
- વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા ટીમ દ્વારા 6 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું :
વડોદરા શહેરમાં સરીસૃપો અને વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ગયા હોવાના અનેક બનાવો શહેરમાં બન્યા છે. એમાં ખાસ કરીને મગર આવી જતા હોવાની ઘટનાઓ છ સવારે બનતી હોય છે ત્યારે શહેરના છાણી જીઈબી સબ સ્ટેશનમાં મોડી રાત્રે એક મગનનું રેસ્ક્યુ કરાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર છાણી જીઈબી સબ સ્ટેશનમાં એક મહાકાય મગર આવી જતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
આ બનાવ અંગેની જાણ શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી હતી જેથી તેઓએ તુરત જ પોતાના વોલીએન્ટરોને સ્થળ પર મોકલ્યા હતા. જ્યાં તપાસ કરતા છ ફૂટ લાંબો મગર નજરે પડ્યો હતો જેને ભારે જેહમતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો