Gujarat

ઈસ્કોન બ્રિજ કેસમાં હાઈકોર્ટે તથ્યની જમીન અરજી ફગાવી, વકીલે કહ્યું- આ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી

ગુજરાત: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જે બાદ હાઈકોર્ટે આ કેસમાં આરોપી તથ્ય પટેલની જમીન અરજી ફગાવી છે. તેમજ વકીલ જળ ઊનવાલાએ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે, ઘટના રાત્રે આશરે 12:30 વાગ્યેની હતી, એટલે કેએસ રાત્રે 12:30 વાગ્યે રસ્તા ઉપર ટ્રાફિક હોય તેવું તો બની જ નહીં શકે, તેથી આ કેસ સંપૂર્ણ બેદરકારીનો છે. વધુમાં આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો પણ નથી.

જે બાદ સરકારી વકીલે પણ વળતો જવાબ આપ્યો હતો. તેને કહ્યું હતું કે કેસમાં તથ્યના મિત્રના નિવેદન જોયા બાદ એ જાણ થાય છે કે તેને અકસ્માત થવાની શકયતાનું નોલેજ હતું. જો કે હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલ 2 કલાક ચાલી હતી. જે બાદ કોર્ટે નિર્ણય આપ્યો કે તથ્યની અરજી ફગવવામાં આવી છે.

અગાઉ જામીન અરજી પર નિર્ણય ટળતાં તથ્ય પટેલે દિવાળી કોર્ટમાં ગાળી હતી

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં (Iskcon Bridge Accident Case) આરોપી તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામાં આવેલી જામીન અરજીની સુનવણીમાં આજે નિર્ણય લેવાયો ન હતો. આ કેસમાં આગામી 1 ડિસેમ્બરના રોજ વધુ સુનવણી હાથ ધરાશે. જેને કારણે તથ્ય પટેલને દિવાળી (Diwali) જેલમાં (Jail) જ કરવાનો વારો આવ્યો હતો.

જો કે અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં હોવાની વિગતો જાણવા મળી છે. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી હતી. અગાઉ બે વખત જામીન અરજીને કોર્ટે ફગાવી દીધા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યાં છે. 

તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો ત્યાર બાદ બ્રિજ પર ઉભેલા લોકો રોષે ભરાયા હતા અને તથ્યને ઘેરી વળ્યા હતા ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં પહોંચી ગયા હતા અને તથ્યને છોડાવવા માટે લોકોને ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલનો જામીન પર છુટકારો થયો છે. હવે તે બહાર રહી તથ્યને છોડાવવા પ્રયાસ કરશે.                       

Most Popular

To Top