Gujarat

મોટો નિર્ણય: હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર જ તલાટીની પરીક્ષા આપી શકશે

ગાંધીનગર : ગુજરાત (Gujarat) પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની (Talati cum Minister) સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે હવે શૈક્ષણિક લાયકાત હવે ગ્રેજ્યુએટ (Graduate) કરવામાં આવી છે. એટલે હવે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર તલાટી કમ મંત્રીની પરીક્ષા (Exam) આપી શકશે. આ અગાઉ ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા.

તલાટી કમ મંત્રી રાજ્યના પંચાયત વિભાગ હસ્તકના કર્મચારી ગણાય છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરીને હવે સ્નાતક (ગ્રેજ્યુએટ) કરવામાં આવી છે. તેથી તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.

CBSEની ધો. 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ અને ટાઇમ ટેબલ જાહેર

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે એટલે કે મંગળવારે ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. જાહેર કરાયેલી ડેટશીટ મુજબ પ્રથમ પરીક્ષા (Examination) 15મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે જે 2 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે 10ની પરીક્ષા 13 માર્ચે પૂરી થશે. CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટશીટ મુજબ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. ત્યારે બીજી પરીક્ષા સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે.

બોર્ડની આ પરીક્ષાઓ અંદાજે 55 દિવસ સુધી ચાલશે. CBSE એ વર્ષ 2024માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ જાહેરાત સાથે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

Most Popular

To Top