નવી દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભાની (RajashthanAssemblyElection) ચૂંટણી જીતનાર પક્ષ ભાજપ (BJP) દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના (RajashthanCM) નામની જાહેરાત કરાઈ નથી, જેથી સસ્પેન્સ વધી રહ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર બાબા બાલકનાથ (BabaBalaknath) હતા, પરંતુ આજે તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા તેઓ જાતે જ આ રેસમાંથી બહાર થઈ ગયા છે. બાબા બાલકનાથે પોતે મુખ્યમંત્રીની રેસમાં ન હોવાના સંકેત આપ્યા છે.
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રીના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તિજારા વિધાનસભાના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બાબા બાલકનાથે મુખ્યમંત્રીની રેસમાં એક નિવેદન જારી કરીને પોતાને રેસમાંથી બહાર કરી લીધા છે.
બાબા બાલકનાથે પોસ્ટમાં શું લખ્યું?
વડા પ્રધાન@narendramodi જીના નેતૃત્વ હેઠળ, જનતા-જનાર્દનને પ્રથમ વખત દેશની સેવા કરવાની તક આપી. પ્રજાએ સાંસદ અને ધારાસભ્ય બનાવીને મને ચૂંટ્યો. ચૂંટણીના પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. મારે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો છે. — યોગી બાલકનાથ (@મહંતબાલકનાથ) 9 ડિસેમ્બર, 2023
સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી બાબાએ આપ્યા રેસમાં નહીં હોવાના સંકેત
બાલકનાથે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને પોતાને મુખ્યમંત્રી પદથી દૂર કર્યા છે. બાબા બાલકનાથે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, પહેલીવાર પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ તેમને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છે. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. મારે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો છે.’