ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવી ગયાં છે. લોકો પાનના ગલ્લે અને બાંકડા પરિષદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. લાંબું વિચારનારા લોકસભાના પરિણામનું ભવિષ્ય ભાખી નાખે છે પણ આ પારકી પંચાત કરનારા ગુજરાતમાં વધતી ઠંડી સાથે યુવાનોમાં નશાનું પ્રમાણ વધ્યું છે તેની ચિંતા થતી નથી. ચૂંટણીની ચર્ચા કરવી જ જોઈએ, પણ સાથે કફ સીરપનો નશો કરવા ઉપયોગ થાય અને તેમાં પણ લઠ્ઠાકાંડની જેમ માણસો મરે તેની વિશેષ ચિંતા થવી જોઈએ. ગુજરાતમાં આવો સીરપકાંડ પહેલી વખત નથી થયો. સરકાર પહેલી વખત સફાળી નથી જાગી. આ ગંભીર ઉદાસીનતા અને બેદરકારીનો કાંડ છે. ગુજરાતનાં નાગરિકોની ચિંતાનો ખરો વિષય આ છે. હા,કોન્ટ્રાકટ સીસ્ટમમાં યુવાનોનું થતું શોષણ,સરકારી નોકરીઓનો અભાવ,વધતા જતા ભાવ,પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપણી ચિંતાનો વિષય છે જ. જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોંઘું છે. બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વધતું દૂષણ.
જો ડ્રગ્સ કાંડમાં પકડાયેલા ફિલ્મ સ્ટાર અને ફિલ્મસ્ટારના દીકરાઓના સમાચારોની આપણે ઉત્સાહપૂર્વક ચર્ચા કરતા હોઈએ તો સાથે આપણાં બાળકો પણ મોડી રાત સુધી ક્યાં ફરે છે તેની ચિંતા કરવી જોઈએ. પહેલાં સાંભળવા મળતું કે અમુક ચોક્કસ લોકો જ ગાંજો ચરસના બંધાણી હોય છે.પણ હવે તો હુક્કા બાર અને શહેરના રાજમાર્ગો પર મોડી રાત્રે ચાલતી કીટલીઓ પર પણ આ બધા જ નશા થાય છે. ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણા માને છે, પણ હવે તો ડ્રગ્સ વેચાયા છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે?
આપણે કદી આપણાં બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં માબાપ જાણતાં નથી. જો બાળકો મોંઘાં મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ. આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે.ક્યારેક તેની વોટસેપ ચેટ આપણે તપાસતાં રહીએ, તો પોલીસને નહીં તપાસવી પડે.
આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે. ટેકનોલોજીના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થયા છે ત્યારે ,આ ડ્રગ્સના દૂષણમાં આપણા પાલ્ય નથી સપડાયાં તે જોવું પડશે.ગુજરાતનાં માતાપિતા દીકરો-દીકરી બીજા ગોત્રમાં કે બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ના પરણે એ તો ચિંતા સરકાર પણ કરે છે. પણ આ જ બાળક ખોટા રવાડે ના ચડે એ, ડ્રગ્સના બંધાણી ના બને એ માટે કોઈ ચિંતા કરતું નથી.
છાપામાં દર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયાના સમાચાર છપાય છે. ગુજરાતના અગ્રણી અખબાર તથા સામયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતાં થયાં છે. ગુજરાતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે.પણ આ સમાચારોની વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર હવે મોટો વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય.સત્તાના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહિ.પણ આપણા ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે.
સામજિક સમસ્યાઓના ઉકેલમાં સરકારને સાથ આપવો જોઈએ અને જરૂર પડે ત્યાં કાન આમળવો જોઈએ.આજે ગુજરાતનાં નાનાં નાનાં ગામડામાં સાંજ પડે એટલે ગાંજો ચરસ ફુંકાય છે. શહેરના હાઈ વે પર બાઈકો પાર્ક કરીને યુવાનો આ લત લગાડે છે. પાર્ટી પ્લોટોમાં ખાસ પાર્ટીઓ યોજાય છે અને એ ડ્રગ્સની લતે ચડેલાં યુવાનો, ચોરી ઓનલિયન ફ્રોડ કે ક્રેડીટ કાર્ડનાં દેવાં તળે ડૂબતાં જાય છે. રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં વધેલી ગુનાખોરીના આંકડા તપાસો તો આ નશો અને તેના દ્વારા ઊભું થયેલું નાશનું તંત્ર સ્પષ્ટ થયા વગર રહેશે નહીં માટે સમય છે વેળાસર જાગવાનો. ઊડતા પંજાબની જેમ ઊડતા ગુજરાતનું નામ પ્રખ્યાત નથી કરવાનું.
ગુજરાતનાં મા-બાપ ઊંઘે તો જ યુવાનો નશામાં ઊડે, પણ આપણે તે થવા દેવાનું નથી. રાજકારણ અને લાલચથી ઉપર ઊઠીને ગુજરાતમાં પ્રસરતા આ કાળા કારોબારને નાથવાનો છે. આ સમસ્યા બિલકુલ નજરઅંદાજ કરવા જેવી નથી. આ દૂષણ સામે બહુઆયામી લડત આપવી પડે તેમ છે. એક તરફ યુવાનો એમાં ના સપડાય તેની જાગૃતિ ચલાવવી. બે ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને પ્રેમ, હૂંફ આપી સાચા માર્ગે પાછા વાળવા અને ડ્રગ્સના કારોબારીઓને જેર કરવા તેમને સજા કરવી અને તેમની સાથે સાંઠગાંઠ રાખનારાને ખુલ્લા પાડવા, આવા ત્રિપાંખિયા જંગથી જ આ શેતાનને હરાવી શકાય. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવી ગયાં છે. લોકો પાનના ગલ્લે અને બાંકડા પરિષદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. લાંબું વિચારનારા લોકસભાના પરિણામનું ભવિષ્ય ભાખી નાખે છે પણ આ પારકી પંચાત કરનારા ગુજરાતમાં વધતી ઠંડી સાથે યુવાનોમાં નશાનું પ્રમાણ વધ્યું છે તેની ચિંતા થતી નથી. ચૂંટણીની ચર્ચા કરવી જ જોઈએ, પણ સાથે કફ સીરપનો નશો કરવા ઉપયોગ થાય અને તેમાં પણ લઠ્ઠાકાંડની જેમ માણસો મરે તેની વિશેષ ચિંતા થવી જોઈએ. ગુજરાતમાં આવો સીરપકાંડ પહેલી વખત નથી થયો. સરકાર પહેલી વખત સફાળી નથી જાગી. આ ગંભીર ઉદાસીનતા અને બેદરકારીનો કાંડ છે. ગુજરાતનાં નાગરિકોની ચિંતાનો ખરો વિષય આ છે. હા,કોન્ટ્રાકટ સીસ્ટમમાં યુવાનોનું થતું શોષણ,સરકારી નોકરીઓનો અભાવ,વધતા જતા ભાવ,પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપણી ચિંતાનો વિષય છે જ. જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોંઘું છે. બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વધતું દૂષણ.
જો ડ્રગ્સ કાંડમાં પકડાયેલા ફિલ્મ સ્ટાર અને ફિલ્મસ્ટારના દીકરાઓના સમાચારોની આપણે ઉત્સાહપૂર્વક ચર્ચા કરતા હોઈએ તો સાથે આપણાં બાળકો પણ મોડી રાત સુધી ક્યાં ફરે છે તેની ચિંતા કરવી જોઈએ. પહેલાં સાંભળવા મળતું કે અમુક ચોક્કસ લોકો જ ગાંજો ચરસના બંધાણી હોય છે.પણ હવે તો હુક્કા બાર અને શહેરના રાજમાર્ગો પર મોડી રાત્રે ચાલતી કીટલીઓ પર પણ આ બધા જ નશા થાય છે. ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણા માને છે, પણ હવે તો ડ્રગ્સ વેચાયા છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે?
આપણે કદી આપણાં બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં માબાપ જાણતાં નથી. જો બાળકો મોંઘાં મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ. આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે.ક્યારેક તેની વોટસેપ ચેટ આપણે તપાસતાં રહીએ, તો પોલીસને નહીં તપાસવી પડે.
આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે. ટેકનોલોજીના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થયા છે ત્યારે ,આ ડ્રગ્સના દૂષણમાં આપણા પાલ્ય નથી સપડાયાં તે જોવું પડશે.ગુજરાતનાં માતાપિતા દીકરો-દીકરી બીજા ગોત્રમાં કે બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ના પરણે એ તો ચિંતા સરકાર પણ કરે છે. પણ આ જ બાળક ખોટા રવાડે ના ચડે એ, ડ્રગ્સના બંધાણી ના બને એ માટે કોઈ ચિંતા કરતું નથી.
છાપામાં દર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયાના સમાચાર છપાય છે. ગુજરાતના અગ્રણી અખબાર તથા સામયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતાં થયાં છે. ગુજરાતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે.પણ આ સમાચારોની વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર હવે મોટો વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય.સત્તાના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહિ.પણ આપણા ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે.
સામજિક સમસ્યાઓના ઉકેલમાં સરકારને સાથ આપવો જોઈએ અને જરૂર પડે ત્યાં કાન આમળવો જોઈએ.આજે ગુજરાતનાં નાનાં નાનાં ગામડામાં સાંજ પડે એટલે ગાંજો ચરસ ફુંકાય છે. શહેરના હાઈ વે પર બાઈકો પાર્ક કરીને યુવાનો આ લત લગાડે છે. પાર્ટી પ્લોટોમાં ખાસ પાર્ટીઓ યોજાય છે અને એ ડ્રગ્સની લતે ચડેલાં યુવાનો, ચોરી ઓનલિયન ફ્રોડ કે ક્રેડીટ કાર્ડનાં દેવાં તળે ડૂબતાં જાય છે. રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં વધેલી ગુનાખોરીના આંકડા તપાસો તો આ નશો અને તેના દ્વારા ઊભું થયેલું નાશનું તંત્ર સ્પષ્ટ થયા વગર રહેશે નહીં માટે સમય છે વેળાસર જાગવાનો. ઊડતા પંજાબની જેમ ઊડતા ગુજરાતનું નામ પ્રખ્યાત નથી કરવાનું.
ગુજરાતનાં મા-બાપ ઊંઘે તો જ યુવાનો નશામાં ઊડે, પણ આપણે તે થવા દેવાનું નથી. રાજકારણ અને લાલચથી ઉપર ઊઠીને ગુજરાતમાં પ્રસરતા આ કાળા કારોબારને નાથવાનો છે. આ સમસ્યા બિલકુલ નજરઅંદાજ કરવા જેવી નથી. આ દૂષણ સામે બહુઆયામી લડત આપવી પડે તેમ છે. એક તરફ યુવાનો એમાં ના સપડાય તેની જાગૃતિ ચલાવવી. બે ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને પ્રેમ, હૂંફ આપી સાચા માર્ગે પાછા વાળવા અને ડ્રગ્સના કારોબારીઓને જેર કરવા તેમને સજા કરવી અને તેમની સાથે સાંઠગાંઠ રાખનારાને ખુલ્લા પાડવા, આવા ત્રિપાંખિયા જંગથી જ આ શેતાનને હરાવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે