નવી દિલ્હી: ચંદ્રયાન-3નું (Chandrayaan-3) પ્રોપલ્શન મોડ્યુલ પોતાના મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પૃથ્વીની (Earth) ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ત્યારે વિક્રમ લેન્ડરને (Vikram Lander) ચંદ્ર પર એક સપાટીથી બીજી સપાટી પર લઈ જવાના પ્રયોગ બાદ ઈસરોની આ વધુ એક સિદ્ધિ છે. ભારતની આ સિદ્ધી માત્ર મિશનને લોન્ચ કરવાની જ નહી પરંતુ તેને પરત લાવવાના વિષયમાં પણ ખૂબ જ સરાહનીય છે.
- ઇસરોની મોટી સફળતા, ચંન્દ્રયાન થયું સફળ
- ચંન્દ્રયાનનું પર્પલ્સન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું
- 13 દિવસ આ મોડ્યુલ ભ્રમણ કક્ષામાં રહેશે
- ભારતના આવનારા સ્પેસ મિશનમાં થશે મોટા ફાયદા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષા માંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લાવવામાં સફળતા સાંપડી છે. આ અવકાશયાન 14 જુલાઈ 2023 ના રોજ SDSC, SHAR ના LVM3-M4 ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડીંગ કર્યું હતું.
24 ઓગસ્ટે ચંન્દ્રયાનએ ચંન્દ્ર ઉપર ફરવાનું શરૂ કર્યું હતું. તેમજ આજે એટલેકે મંગળવારે તેને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત લાવવામાં ઇસરોને સફળતા મળી છે. આ મોડ્યુલના પરત ફર્યા બાદ આગામી સમયમાં જે સ્પેસ મિશન યોજાશે તેને મોટા ફાયદાઓ થશે.
ISRO એ એક નિવેદનમાં કહ્યુ હતુ કે એજન્સીનું મુખ્ય ધ્યેય પહેલા લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરીને ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં મુકવાનું હતું. તેમજ વિભાજીત થયા બાદ પ્રોપલ્શન મોડ્યુલનું સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી હેબિટેબલ પ્લેનેટ અર્થ (SHAPE) પેલોડ સક્રિય થયું હતું. ઇસરોની યોજના અનુસાર અગાઉ આ પેલોડને પ્રોપલ્શન મોડ્યુલમાં ત્રણ મહિના સુધી સક્રિય રાખવાની યોજના હતી.
આ મોડ્યુલે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરના અંતરે પ્રથમ પેરીજી પાર કર્યું હતું. ત્યારે ઈસરોએ કહ્યું કે આ ભ્રમણકક્ષામાં રહેવાનો સમયગાળો 13 દિવસનો છે. હાલમાં પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે.
આવનારા સમયમાં શું ફાયદાઓ થશે?
ઈસરોએ વધુ માં કહ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પ્રોપલ્શન મોડ્યુલને પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનને પાછું લાવવામાં મોટો ફાયદો થઇ શકે છે. હાલમાં મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે પ્રારંભિક તબક્કામાં છે.