Charchapatra

ફૂડ માં જીવાત નીકળવી

છાશવારે રેસ્ટોરન્ટ નું ફૂડ (ઓનલાઇન કે ઑફલાઈન) કે ફાસ્ટ ફૂડ ખાનારાં સાવધાન. અત્યાર સુધી આપણો એવો  અનુભવ રહ્યો છે કે લારી પર  મળતાં ફાસ્ટ ફૂડ  આજુબાજુ ગંદકી થી છવાયેલાં હોય છે.અખાદ્ય  તો હોય જ છે.ખુલ્લાં  હોય છે.સુરત. મનપા આ‌ દિશા માં અભિયાન ચલાવી રહી છે. પરંતુ મોટી અને જાણીતી હોટલો નાં ફૂડ પણ ઘણીવાર વાસી અને અખાદ્ય , રોગોને નિમંત્રણ આપનારાં હોય છે. હમણાં તો  ઠેકઠેકાણે થી ઓનલાઇન ઓર્ડર કરેલાં. પિત્ઝા માં વાંદી, પાંઉ માં જીવાત જેવી ફરિયાદો  ઉઠવા પામી છે. એ જોતાં એ જ્યાં બને છે એ જગ્યા એ કેટલી  ગંદકી હશે તે વિચારવા નો વિષય છે.જયાં  થી ફક્ત  ફૂડ ( રસોડા માં  બનીને ) ઓનલાઇન ઓર્ડર માટે સપ્લાય થાય છે એવી  જગ્યાઓ નું સ્વચ્છતા નું ચેકીંગ , ખાદ્ય પદાર્થો કેવાં છે લોકો નાં સ્વાસ્થ્ય સાથે ચેડાં તો નથી થતાં ને, તાતી જરૂરિયાત છે.
સુરત             – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી ખૂબ જ જરૂરી
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. પરંતુ યુનાઇટેડ નેશન્સ (FAO)નાં ફ્રુડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના રીપોર્ટ અનુસાર ભારત પાસે કુલ વાર્ષિક અનાજ ઉત્પાદનના માત્ર 45 ટકા અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જેને પરિણામે વર્ષ અંદાજીત 11 ટકાથી 15 ટકા અનાજનો બગાડ (નુકસાન) થાય છે જે દેશ માટે ભવિષ્યમાં વિકટ સમસ્યા ઊભી કરી શકે છે.

જ્યારે તેની સરખામણીમાં અન્ય દેશોમાં સરેરાશ 131 ટકા અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. જે તે દેશો માટે લાભદાયી છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતે ખાદ્ય સુરક્ષા માટે સંગ્રહ કરવાની ક્ષમતાને વધારવી અને વિકસાવવાની કેટલી જરૂરી છે. આ અંગે સરકારે ગંભીરતાથી વિચારીને વિશ્વમાં સૌથી મોટી અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. જે યોજના હેઠળ સરકાર એક લાખ કરોડ ખર્ચવા જઇ રહી છે જે દેશ અને દેશની જનતાના હિતને કેન્દ્રમાં રાખીને દીર્ઘ દૃષ્ટિએ વિચારીને આ યોજના ખૂબ જ જરૂરી અને યોગ્ય છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top