Charchapatra

એવો વિશ્વાસ ફરી સ્થવારો?

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રિય ભોજન હતું નરસિંહ મહેતા દ્વારા રચિત રાગ, ખનાજ, ધુમાલીમાં પ્રસ્તુત ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ આઝાદી પછી દેશભરમાં ગાંધીમાર્ગના પાટિયા લટકે છે. ગાંધીમાર્ગે ચાલનારા કેટલા? સવારના પ્હોરમાં છાપું હાથમાં લઇએ એટલે એક કરતાં વધુ કોલમો અત્યાચાર, ખૂન, અકસ્માત મારા મારીની આગ વાંચવા મળે જ. મન પફુલ્લીત થાય એવી માહિતી જૂજ, દાનત કોની બગતી નથી? પાવડે પાવડે પૈસા ઓપાડવાની નીતિ. કયુ ક્ષેત્ર બાકી છે તે શોધવું રહ્યું. દિવાળીની રજાઓમાં કુટુંબ સાથે ફરવા નીકળી પડો એટલે તમારાં ઘરની સલામતી અભડાય.

બીજું તત્ત્વ ખૂબ ચગ્યું છે તે ભેળસેળ, હળદર, જીરૂ, માવો, મરચું અને એમાં બાળકોને આપવામાં આવતું દૂધ સુદ્ધા બાકાત નથી. દવા, સુદ્ધા આવા ભેળસેળ કરનારાંઓને સખત, ખો ભૂલી જાય એવી સજા થવી જ જોઇએ. નરસિંહ મહેતાએ લખ્યું હતું. ‘વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ થરાઈ જાણે છે!’ અને હવે જે પીડ પરાઈ આણે રે… બન્યું! જિહવા થકી અસત્ય ન બોલે પરધન જ ઝાલે હાથ રે બધી પંકિતઓ વિકૃત બની ગઈ. કદાચ ગાંધીજી પુન: અવતાર લે તો પણ આ દેશમાં ચાલતી ગુન્હાખોરી, છેતરપિંડી, લાંચરૂશ્વત, પુન: સ્થપાય નહીં ટોલ્સ્ટોયે સુંદર વિચાર રજૂ કર્યો છે. Faith is th force of life ક્યારે સ્થપાશે એટલો વિશ્વાસ. ચિરંતન સ્મૃતિ.
અડાજણ – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પરોપદેશે પાંડીત્યમ્ ક્યાં સુધી?
આપણાં કહેવાતા લોક લાડીલા પ્રધાન મંત્રી મોદીજી લગભગ દરરોજ પ્રજાને જાત જાતની શીખામણો અને ઉપદેશો આપતા ફરે છે. વળી દર મહિને ‘મન કી બાત’મા ઋષી મુનીની જેમ પ્રજાને ઘણાં બધા ઉપદેશો સમજાવતા રહે છે. હવે જોઈએ એમની વાતોમાં અને આચરણમાં દમ કેટલો છે? મોદીજી હમણાં હમણાં વહીવટી ખર્ચ ઘટાડવાની અને સ્વદેશી વસ્તુઓ વાપરવાની વાતોં કરે છે. બીજી બાજુ તેઓ 12 કરોડની વિદેશી ગાડીમાં ફરે છે. 5 લાખની વિદેશી ઘડીયાળ, 3 લાખના ગોગલ્સ, દોઢ લાખના ગુફકી બ્રાંડ વિદેશી જૂતા પહેરે છે અને દરરોજ વિદેશથી આવતા 35000/- રૂ. કીલોના ફ્રેશ મશરૂમનું જ્યુશ (સુપ) પીવે છે.

વળી 10 લાખનો એમનો શુટતો હવે ખુબ પ્રચલીત થઈ ગયો છે. તેઓ રોજના 3 થી વધુ શુટ બદલે છે. એમણે પોતાના PM તરીકેના કાર્યકાળ દરમ્યાન 23470 શુટ બદલ્યા હોવાનું જાણીતા યુ ટ્યુબરો જણાવે છે. એમણે પોતાની ‘મન કી બાત’શ્રેણીમાં સરકારી કર્મચારીઓને અને સરકારી વિભાગોને દરેક જગ્યાએ ખાદીનો વપરાશ કરવા જણાવેલું પરંતુ તેઓ પોતે આવા ઉપદેશોનો અમલ કરતા હોવાનું અનુભવાતું નથી! એમના માટે સ્પેશ્યલ મંગાવાયેલ પિવાના પાણીની બોટલ રૂા. 700/-ની એક નંગ છે. ક્યાં છે? એમની પાસે સાદગી અને રાષ્ટ્રવાદ! એમની પાસે જે કરિશ્મા છે તેના જોરે તેઓ પ્રજા પાસે ઘણું કરાવી શકે એમ છે પણ જાતે અમલ કરે તોને!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top