Trending

World Cup Final: 10 ઓવર પહેલા જ તૂટ્યો રેકોર્ડ, OTT પર મેચના લાઈવ દર્શકોની સંખ્યા 5.5 કરોડને પાર

World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) ફાઈનલ મેચને લઈ એક મોટો રેકોર્ડ (Record) તૂટ્યો છે. OTT પ્લેટફોર્મ પર ફાઇનલ મેચ શરૂ થયાની માત્ર 15 મિનિટમાં જ 5 કરોડ યુઝર્સ લાઇવમાં જોડાયા હતા. મેચ શરૂ થયાની 18મી મિનિટે લાઈવ યુઝર્સની સંખ્યા 5.1 કરોડને પાર કરી ગઈ હતી. આ સમયે રોહિત શર્માએ આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારી હતી. આ પછી તરત જ રોહિતે ચોગ્ગો ફટકાર્યો. 10 ઓવરની અંદર જ મેચના લાઈવ દર્શકોની સંખ્યા 5.5 કરોડને પાર થઈ ગઈ હતી.

આખી દુનિયાની નજર આજની શાનદાર મેચ પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. OTT પ્લેટફોર્મ પર આ વર્લ્ડ કપનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આજની આ સૌથી મોટી ફાઈનલ મેચમાં ઓટીટી પર લાઈવ દર્શકોની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. અગાઉ OTT પર 5.3 કરોડ લાઈવ યુઝર્સનો રેકોર્ડ હતો પરંતુ આ રેકોર્ડ આજની ગ્રેટ મેચમાં તૂટી ગયો છે. આ પહેલા 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં લાઈવ દર્શકોની સંખ્યા 3.5 કરોડ સુધી પહોંચી ગઈ હતી.

OTT એપ પર આ ફાઈનલ મેચ શરૂ થયાની માત્ર 15 મિનિટમાં જ 5.3 કરોડ યુઝર્સ લાઈવ જોડાઈ ગયા હતા. મેચ શરૂ થયાની 18મી મિનિટે લાઈવ યુઝર્સની સંખ્યા 5.1 કરોડને પાર કરી ગઈ હતી. આ સમયે રોહિત શર્માએ આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારી હતી. આ પછી તરત જ રોહિતે ચોગ્ગો ફટકાર્યો હતો. કોહલી અને રોહિતની શરૂઆતની રમત જોવા માટે કરોડો લોકો ઓનલાઈન જોડાયા હતા.

આ પહેલા સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની મેચમાં 5.3 કરોડ યુઝર્સ લાઈવ હતા જે એક રેકોર્ડ હતો જે આ મેચમાં તૂટી ગયો હતો. મેચની 22 મિનિટમાં શુભમન ગિલ આઉટ થયા બાદ વિરાટ કોહલી આવ્યો હતો. રોહિત શર્માના કેચ આઉટ થયા બાદ તરત જ દર્શકોની સંખ્યા 5.5 કરોડ સુધી પહોંચી ગઈ હતી જે એક રેકોર્ડ છે.

Most Popular

To Top