Sports

ભારત વર્લ્ડ કપથી એક કદમ દૂર, શમીએ 7 વિકેટ ઝડપી વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ: ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં (World Cup semi finals) ભારતીય ટીમએ શાનદાર વિજય (Won) મેળવ્યો છે. 70 રનથી (Runs) આ મેચ જીતવાની સાથે જ ભારતીય ક્રિકેટરોએ ઘણા રેકોર્ડ (Record) પણ તોડ્યા છે. જેમાં શમીએ (Shami) સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે વિરાટ કોહલી (Virat Kohli)એ પણ સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપથી માત્ર એક કદમ જ દૂર છે‌.

ODI વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. બંને ટીમો ચાર વર્ષ બાદ ફરી એકવાર સેમિફાઇનલમાં આમને-સામને હતી. છેલ્લી વાર 2019માં ન્યૂઝીલેન્ડની ટીમે કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ વખતે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને પાછલી હારનો બદલો લીધો હતો. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ રમશે. ભારતનો ફાઈનલ્સની મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.

આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી‌. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચોથી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 70 રનથી મેચ હારી ગઈ હતી.

જણાવી દઈએ કે આ મેચમા વિરાટ કોહલીએ સૌથી વધુ 117 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 80 અને કેએલ રાહુલ 39 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. રોહિત શર્માએ 47 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિશેલે 134 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન કેન વિલિયમ્સને 69 રન અને ગ્લેન ફિલિપ્સે 41 રન બનાવ્યા હતા. ટીમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. બીજી તરફ 398 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 327 રન જ બનાવી શકી અને 70 રનથી મેચ હારી ગઈ હતી.

Most Popular

To Top