Vadodara

ઓનલાઇન ટ્રેડ કરી નફો કરવાની લાલચ આપનાર વધુ ચાર સાગરીતો ઝડપાયા

વડોદરા: ઓનલાઇન ટ્રેડ કરીને નફો કમાઇ આપવાના બહાને વિવિધ મોબાઇલ પરથી સંપર્ક કરીને છેતરપિંડી કરનાર ટોળકીના અન્ય ચાર સાગરીતોની સાઇબર સેલની ટીમે વડનગરથી ધરપકડ કરી છે. તેમને વડોદરા લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભેજાબાજો વિવિધ લોકોના નામે ડમી કાર્ડ ઇસ્યુ કર્યા બાદ તે સિમકાર્ડ પરથી લોકોના મોબાઇલ નંબર ફોન કરી સંપર્ક કરતા હાય છે અને લોભામણી સ્કીમો બતાવીને ગ્રાહકોને લલચાવી તેમની સાથે ફ્રોડ કરતા હોય છે.

શહેરના સયાજીપુરા રોડ પર આવેલા જ્ઞાનાનંદ ગ્રીન સોસાયટીમાં રહેતા પ્રવિણ વરાટ પર એન્જલ વર્લ્ડ ફાઇનાન્સ કંપનીમાંથી શ્રદ્ધા પટેલ નામની મહિલા વાત કરતી હોવાનું જણાવી તેમને વિવિધ કંપનીના શેરોમા રોકાણ કરશો તો સારુ એવું વળતર મળશે તેવું કહીને પહેલા અમુક રકમનું રોકાણ કરાવીને તેનું યોગ્ય વળતર પણ ચૂકવી દેવાયું હતું. ત્યારબાદ એ્ન્જલ વર્લ્ડ ફાઇનાન્સમાંથી અલગ અલગ મોબાઇલ નંબર પરથી તેમનો સંપર્ક કરીને તેમને 12.06 લાખનું રોકાણ કરાવ્યું હતું. તેના વળતર પેટેની રકમ પરત નહી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી તેઓ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસીપી હાર્દિક માકડિયા અ્ને પીઆઇ બી એન પટેલની સહિતની ટીમે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં અગાઉ સુરત અને મહેસાણાથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

સમગ્ર ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભેજાબાજ ટોળકી દ્વરા ડમી સિમકાર્ડ ઇસ્યુ કરીને તે સિમ પરથી લોકોને ફોન કરીને વિવિધ સ્કીમ બતાવી રોકાણ કરવા માટે લલચાવતા હતા. ત્યાર અગાઉ પકડાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટની ટેકનિકલ એનાલિસીસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહેસાણા જિલ્લામાં સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરીને આ ટોળકીના વધુ ચાર આરોપીની વડનગરથી ધરપકડ કરી છે. આ આરોપીઓ્ને વડોદરા કાર્ટમાં રજૂ કરતા કરતા કોર્ટે તેના ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

કામ સિવાયની કોઇપણ એપ ડાઉનડોલ નહી કરવા સાઇબર એક્સપર્ટની અપીલ
સાઇબર માફિયા ઓનલાઈન વિવિધ સ્કીમો બતાવીનો લોકોને લલચાવી સારુ એવુ કમિશન મળશે તેવી ખોટી લાલચ આપતા હોય છે. ઉપરાંત પ્લેટ સ્ટોર સિવાયની કામ સિવાયની અન્ય અપ્લિકેશન ડાઉન કરવી જોઇએ નહી, લોકો પોતાના બેન્કની ડિટેઇલ્સ અ્ન્ય કોઇ એપમાં મુકવી જોઇએ નહી. ભેજાબાજો એપીકે માધ્યમથી પણ એપ ઇન્સ્ટોલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવી જોઇએ નહી. -મયુર ભુસાવલકર, સાઇબર એક્સપર્ટ

ઝડપાયેલા આરોપીઓ
શૈલેષજી ભરતજી ઠાકોર (રહે. મહેસાણા)
વિક્રમજી ભરતજી ઠાકોર (રહે. મહેસાણા)
કીરણજી ચંદુજી ઠાકોર (રહે. મહેસાણા)
વિરમજી દિવાનજી ઠાકોર (રહે. મહેસાણા)

Most Popular

To Top