SURAT

સુરત: લિંબાયત, રાંદેર અને વરાછામાં આ કારણે 23 ફટાકડા સ્ટોલ માટેની અરજી રદ કરાઈ

સુરત: (Surat) દિવાળીના (Diwali) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ શહેરમાં ઘણા દિવસો અગાઉથી જ ફટાકડાના સ્ટોલ લાગી જતા હોય છે. મનપાના ફાયર વિભાગમાં ફટાકડાના (Crackers) સ્ટોલ માટે અરજીઓ આવતી હોય છે. જેમાં મનપાના ફાયર વિભાગને આજદિન સુધીમાં 410 અરજીઓ મળી હતી. મનપા દ્વારા 23 અરજીઓને પરવાનગી નહીં અપાઈ હોવાનું જાણવામાં આવ્યું છે, ફટાકડાઓનું જોખમી રીતે વેચાણ થતું હોય, મનપા દ્વારા આ 23 અરજીઓ રદ્દ કરાઈ છે. જેમાં ખાસ કરીને લિંબાયત, રાંદેર અને વરાછામાંથી 23 અરજીઓ આવી હતી, જેને વાંધાજનક ગણી પરવાનગી અપાઈ નથી.

  • લિંબાયત, રાંદેર અને વરાછામાં 23 ફટાકડા સ્ટોલ માટેની અરજી રદ કરાઈ
  • 410 પૈકી 387 સ્ટોલને મંજૂરી, અન્ય 23 અરજીમાં સ્થળ તપાસમાં ફટાકડાનું વેચાણ જોખમી રીતે થતું હોવાનું ધ્યાને આવ્યું હતું

વધુ વિગતો આપતા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું હતું કે, ફાયર વિભાગે સ્કૂલ અને ડીજીવીસીએલના હાઇટેન્શન વીજ કેબલ તથા ડીપી નજીક લાગેલા સ્ટોલોને દૂર કર્યાં હતાં. આ સાથે જ ફાયર સેફ્ટીમાં અવરોધરૂપ સ્થળોની 23 અરજીઓ રદ્દ કરી હતી. જાહેર સ્થળો પર ફટાકડા વેચાણના સ્ટોલ લગાવવા માટે ફાયર વિભાગમાં 410 અરજીઓ મળી હતી. જો કે સ્ટોલ લગાવી વેચાણ શરૂ કરવા પૂર્વે ફાયર NOC અને પરવાનગી મેળવવી જરૂરી હોવાથી, ફાયર વિભાગ દ્વારા સ્થળ વિઝીટ કરી તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં જોખમી સ્થળો પર પરવાનગી આપવામાં આવી ન હતી. 387 અરજીઓને માન્ય રાખી પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top