નવી દિલ્હી: તાજેતરમાં ઇરાને (Iran) ઇઝરાયેલને (Israel) ધમકી આપી હતી. જેના વળતા જવાબમાં અમેરિકાએ (America) સબમરીન તૈનાત કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે વાત કરી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. આ દરમિયાન પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિ અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોની જાનહાની ગંભીર ચિંતાનો વિષય છે. ઉન્નતિ અટકાવવી, સતત માનવતાવાદી સહાયતા સુનિશ્ચિત કરવી અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના આ સમયે સર્વોચ્ચ મહત્વ છે. અમે ચાબહાર પોર્ટ સહિત અમારા દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિને આવકારીએ છીએ.
Good exchange of perspectives with President @raisi_com of Iran on the difficult situation in West Asia and the Israel-Hamas conflict. Terrorist incidents, violence and loss of civilian lives are serious concerns. Preventing escalation, ensuring continued humanitarian aid and…
— Narendra Modi (@narendramodi) November 6, 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને (Israel-Hamas War) હવે એક મહિનો પૂરો થવાનો છે. જો કે આ દરમિયાન બંને તરફથી હુમલા ચાલુ છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ લોકોના મોત (Death) થયા છે, જ્યારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ સેનાના વળતા હુમલામાં લગભગ 10 હજાર લોકોના જીવ ગયા છે. આ દરમિયાન લેબનોનના ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લા તરફથી ઈઝરાયેલ પર હુમલાનો ખતરો વધી રહ્યો છે. ઈરાને (Iran) ખુદ ઈઝરાયલને અનેક વખત ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ સ્થિતિને જોતા અમેરિકાએ જાહેરાત કરી છે કે તેણે પશ્ચિમ એશિયામાં તેની એક પરમાણુ સબમરીન લોન્ચ કરી છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેની ઓહાયો ક્લાસની સબમરીનમાંથી એક 5 નવેમ્બરના રોજ કમાન્ડના જવાબદારી વિસ્તારમાં આવી ચૂકી છે. સેન્ટ્રલ કમાન્ડે આ પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં સબમરીન ઇજિપ્તના કૈરો સ્થિત અલ-સલામ બ્રિજની નીચેથી પસાર થતી જોઈ શકાય છે. માર્ચ 2011 પછી આ પ્રથમ વખત છે જ્યારે ગાઇડેડ મિસાઇલ સબમરીન સંઘર્ષની સ્થિતિમાં મેદાનમાં ઉતરી છે. 2011 માં ગાઇડેડ મિસાઇલ સબમરીન યુએસએસ ફ્લોરિડાએ ઓપરેશન ઓડિસી ડોન દરમિયાન લિબિયામાં બહુવિધ લક્ષ્યો પર 100 થી વધુ ટોમાહૉક મિસાઇલો છોડી હતી.