Charchapatra

ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપે તે અર્થે કડક કાયદો બનાવવાની જરૂર

બેરોજગારી દિન-પ્રતિદિન વધી રહી છે, તેવા સમયે સ્થાનિકોને રોજગાર મળી રહે તે અર્થે ઉદ્યોગોને રાહત આપવામાં આવે છે. એટલું જ નહીં, લાખો કરોડો રૂપિયાની સબસીડી ઉપરાંત મોંઘી દાટ જમીનોની ફાળવણી કરવામાં આવે છે. આમ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવામાં આવે છે. તેમ છતાંય આ બધાંય લાભો મેળવ્યા પછી પણ ઉદ્યોગો સ્થાનિકોને રોજાગરી આપતા નથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વખતે પણ એમઓયુ કરીને ઉદ્યોગો દ્વારા સરકારને એવી ખાતરી આપવામાં આવે છે કે નોકરીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકાર ઉદ્યોગોને કરોડો રૂપિયા સબસીડી અને મોંઘી જમીનો આપીને રાહત આપે છે. આમ છતાંય ઉદ્યોગો સ્થાનિકોને રોજગાર આફતા નથી. વિધાનસભામાં સરકારે એ વાતની કબૂલાત કરી છે કે સ્થાનિકોને રોજગાર આપવાના નિયમોનું ઉદ્યોગો ઉલ્લંઘન કરી રહ્યા છે.

વર્ષ 2020 થી માંડીને વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 295(બસો પંચ્ચાણું) ઉદ્યોગો એ સ્થાનિકોને રોજગારઆપ્યા ત્યારે સરકારે આ 295 એકમો ને માત્ર નોટિસ આપીને જ સંતોષ માન્યો છે. કરોોડ રૂપિયાની સબસીડી જમીનો લીધાપછીય જો ઉદ્યોગ નિયમોનુસાર સ્થાનિકોને રાજગારી આપતા ન હોય તો કડક, નક્કર અને અસરકારક પગલાંઓલઇ સરકારે આવા ઉદ્યોગો પાસે આ અંગે ખૂલાસો માંગવો જોઇએ અને સ્થાનિકોને રજોગારી આફવા અંગે કડક કાયદો બનાવવો જોઈએ. સરકાર આ અંગે યોગ્ય ઘટતા પગલાંઓ લેશે?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ કેવું પતન?
અત્યારે આપણા દેશમાં ક્રિકેટનો વન ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. કુલ ૪૮ મેચ રમાવાની છે. તેમાંથી અત્યાર સુધીમાં ૩૨ મેચો રમાઈ ચૂકી છે. બધી ટીમો છ – છ મેચો રમી ચૂકી છે. ફકત બે ટીમોએ સાત મેચ રમી છે અને એ છેલ્લી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હાર આપી તેનાથી બાંગ્લાદેશ માટે સેમી ફાઈનલમાં જવાના રસ્તા બંધ થઈ ગયા છે. આ વર્લ્ડ કપમાં કુલ દશ ટીમો ભાગ લઈ રહી છે.

અત્યાર સુધીમાં રમાઈ ગયેલી તમામ મેચોને અંતે પોઇન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડની ટીમ સૌથી છેલ્લી એટલે કે ૧૦મા નંબર પર છે. ક્રિકેટની રમતની જનેતા ( શોધ કરનાર ). અને એક સમયનું વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ટીમનું આ જબરદસ્ત પતન કહેવાય. કદાચ હવે પછીની મેચમાં બાંગ્લા દેશની જેમ ઇંગ્લેન્ડની ટીમ પણ સેમી ફાઈનલમાં કવોલીફાય થવામાંથી બહાર નીકળી જાય તો કહેવાય નહીં ત્યારે ક્રિકેટરસિયાઓના મનમાં ઉપર જે શીર્ષક આપ્યું છે તેવો પ્રશ્ન ઊઠે કે આ કેવું પતન? તો નવાઈ પામવા જેવું નહીં હોય. બીજી બાજુ ભારતની ટીમ, શ્રીલંકાની ટીમને ૩૦૨ રનથી જબરદસ્ત હાર આપી હાલના વર્લ્ડ કપમાં સાત મેચ રમીને અજેય રહીને સેમી ફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બની ગઈ છે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top