સુરત: (Surat) નાના વરાછા અને મોટા વરાછા વિસ્તારને જોડતા કલાકુંજ બ્રિજનું (Bridge) કામ પુર્ણ થવાનું છે ત્યારે શાસકો દ્વારા આ બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા આ બ્રિજ ખુલ્લો મુકવાની માંગ કરવામાં આવી રહી છે. શાસકો દ્વારા બ્રિજ ખુલ્લો નહી મુકાશે તો સાત દિવસમાં વિપક્ષ દ્વારા બ્રિજ ખુલ્લો મુકી દેવાશે તેવી ચીમકી આપવામાં આવતા જ શાસકો દ્વારા હવે તા. 8 મી એ સ્થાનિક સાંસદ દર્શના જરદોશના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- વરાછા ચીકુવાડી અને ભાઠેના બ્રિજનું આઠમી નવેમ્બરે, ભાઠેના ફલાય ઓવરનું 9મીએ લોકાર્પણ
- હજુ તો ગઇ કાલે વિપક્ષે ચીમકી આપી હતી : જે આયોજન પહેલાથી હોય તેનો વિપક્ષ જશ ખાટવા નિકળતો હોવાનો શાસકોનો આક્ષેપ
તેમજ તા. 9 મી એ સ્થાનિક સાંસદ સી.આર.પાટીલના હસ્તે ભાઠેના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેમ સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું. ઉપરાંત એવી પણ ટકોર કરી હતી કે, આવાસોના લોકાપર્ણ હોય કે બ્રિજના લોકાપર્ણ કે ખાડીના કામ જે આયોજન અમે પહેલાથી નકકી કર્યુ હોય તેમાં ચિમકી આપીને વિપક્ષ જશ ખાટવા નિકળે છે. કુલ 167.98 કરોડના ખર્ચે સાકાર થયેલા આ બ્રિજનું લોકાર્પણ થતા મોટા વરાછાથી વરાછા મેઈન રોડ ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેકટીવીટી ઉપલબ્ધ થશે.
જેનો અંદાજીત 5 થી 7 લાખ લોકોને લાભ થશે. તે ઉપરાંત ભાઠેના ફ્લાય ઓવર બ્રિજ સાકાર થતા બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે કારણ કે, આ વિસ્તારના ૫૨પ્રાંતિયો તેઓના વતનમાં આવન-જાવન સારૂ નેશનલ હાઈ વે પર પહોંચવા સારૂ સદર બી.આર.ટી.એસ. રોડનો મુખ્યત્વે ઉપયોગ કરે છે. ટ્રાફીકનું ભારણ વધ્યુ હોય તથા આ રોડથી શહેર અને શહેરનાં નજીકના ગ્રામ્ય વિસ્તા૨માં સીધી અવર જવર થઈ શકતી હોય, પીક અર્વસ દ૨મ્યાન ભાઠેના જંકશન પર ભારે ટ્રાફીક થતા અહી ફ્લાય ઓવર બ્રિજ સાકાર કરાયો છે. જેથી અહી ટ્રાફિકનું ભારણ ઘટશે.