Vadodara

અંતિમ દિવસે ખેલૈયાઓમન મૂકીને ગરબે રમ્યા

વડોદરા: ગુજરાતીઓના પ્રિય એવા નવલા નોરતાના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતીઓ નવરાત્રીની આખું વર્ષ રાહ જોતા હોય છે. ત્યારે અંતિમ દિવસે મોડી રાત સુધી વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અને ખેલૈયાઓએ પણ ગરબે રમવામાં કોઈ કચાશ રાખી ન હતી. ભક્તોએ માતાજીના જવારા રૂપી સ્થાપનનું વિસર્જન કર્યું હતું. નવ દિવસ સુધી આદ્ય શક્તિ માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી અને ભક્તોએ ગરબે ઘૂમી આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતીઓને ગરબા અતિપ્રિય હોય છે ત્યારે આખા વર્ષ દરમિયાન નવરાત્રીની રાહ જોવામાં આવે છે. નવલા નોરતાના અંતિમ દિવસે વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખીચોખીચ જોવા મળ્યા હતા. કેટલાક ગ્રાઉન્ડ ઉપર તો સવાર સુધી ગરબાની રમઝટ ચાલી હતી.

અધર્મ ઉપર ધર્મનો વિજય રાવણના પૂતળાનું દહન કરાયું
વડોદરા: અધર્મ ઉપર ધર્મના વિજય સમાન દશેરા પર્વ નિમિત્તે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આજના દિવસે શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. ત્યારથી દશેરાના પર્વએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પ્રતિ વર્ષ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દશ માથાના રાવણના પૂતળાના દહન પાછળ એ શીખ મળે છે કે આપણા માં રહેલ દુષણોનો વધ કરવો. ભગવાન શ્રી રામે આજના દિવસે રાવણનો વધ કર્યો હતો અને અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો.

શહેરના પોલી ગ્રાઉન્ડ ખાતે આજે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. રામલીલા સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંધ્યા કાલે રાવણના પૂતળાનું દહન કરાયું હતું અને સાથે આતશબાજી કરવામાં આવી હતી. રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે લાખોની જનમેદની ઉમટી પડી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તંત્ર દ્વારા પુરતું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર વિભાગની ટીમ, તબીબોની ટિમ પણ તૈનાત રાખવામાં આવી હતી. તો ગ્રાઉન્ડ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top