અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વાર એક સંયુકત્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી (Aurangabad) 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વાર એક સંયુકત્ત હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 23 કિલો કોકેઈન ડ્રગ્સ તથા ડ્રગ્સ બનાવવા માટેનો કાચો પાઉડર સહિત 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે સમગ્ર ઓપરેશન દરમ્યાન મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.
- મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સનું ઓપરેશન
- ડ્રગ્સ બનાવવા માટેનો કાચો પાઉડર સહિત 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ત્રણની ધરપકડ કરાઈ
અગાઉથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવતા ઔરંગાબાદમાંથી એક ફેકટરીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ સંયુકત્ત ઓપરેશનમાં સંયુક્ત કાર્યવાહીમાં 250 કરોડનું ડ્રગ્સ અને રો-મટિરિયલનો જથ્થો મળી આવ્યો છે. ઔરંગાબાદની મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં ડ્રગ્સ બનતું હતું. રેવન્યૂ ઈન્ટેલીજન્સે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. તપાસ દરમ્યાન મહારાષ્ટ્રના ઔરંગાબાદના સંભાજીનગરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા મહારાષ્ટ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
રેવન્યૂ ઈન્ટેલીજન્સના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે ઔરંગાબાદના સંભાજી નદગરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમાં મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ફેકટરીમાંતી 23 કિલો કોકેઈન તથા 4.3 કિલો મેફેડ્રોન , 4.3 કિલો કેટામાઈન , મેફેડ્રોનનું મીક્ક્ષર સાથે 9.3 કિલો ડ્રગ્સ પાઉડર તથા 30 લાખનું ભારતીય ચલણી નોટો મળી આવતા તે જપ્ત કરાઈ છે. આ ફેકટરીમાં મેફેડ્રોન તથા કેટામાઈનનું ઉત્પાદન કરાતુ હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અને ડીસીપી ડ્રગ્સ મામલે તપાસ કરી રહ્યા હતા. તેઓને ઔરંગાબાદની એક કડી મળી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈએ DRI પાસે મદદ માંગી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમે એક એક્શન પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી હતી.