વડોદરા: ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી સ્ટાફ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી બે કારમાં કેટલાક શખ્સો બિલ વગરના મોબાઇલ , લેપટોપ સહિતના મુદ્દામાલ સાથે સુરત તરફથી આવવાના છે અને થોડીવારમા એક્સપ્રેસ હાઇવે વડોદરા બાઇપાસ પરથી પસાર થવાના છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના કાર આવતા તેને ઉભી રખાવી તપાસ કરી હતી ત્યારે તેમાં પાંચ જેટલા શખ્સો બેઠેલા હતા.
જેથી પોલીસે તેમની પાસે મોબાઇલ અને લેપટોપ, સોનાના દાગી,ના વિદેશી તમાકુ સિગારેટ, કપડા સાબુઓ સહિતના બિલ સહિતના પુરાવાની માગણી કરતી હતી. જોકે તેઓ સંતોષકારક જવાબ નહી આપીને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ લેપટોપ ,ઇ સિગારેટ સહિતના 40.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત પાંચેય શખ્સો આ મુદ્દામાલ કઇ જગ્યા પરથી કોના પાસેથી, મેળવ્યો, કઇ જગ્યા પર લઇ જવાનો હતો કોને ત્યાં ડિલિવરી આપવાનો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝડપાયેલા પરપ્રાંતિયા આરોપીઓના નામ
કુંજ બિહારી રામગુપ્તા (રહે, મહારાષ્ટ્ર મૂળ બિહાર)
મોહંમદફકરુદ્દીન અલીહુસેન સુનિલવાલા (રહે. મુબઇ ઇસ્ટ)
મોહંમદરીયાઝ હલીમ મો.સલીમ શેખ (રહે. મુંબઇ)
મુનાવર ઉમર ઇસ્માઇલ પલ્લવકર (રહે. મુંબઇ)
એહસાન અમાનલ્લાખના અજીઝ (રહે.મુંબઇ)