Entertainment

શું શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના અલગ થઈ ગયા? કુંદ્રાના ટ્વીટે જગાવી ચર્ચા

મુંબઈ(Mumbai): રાજ કુન્દ્રાએ (RajKundra) માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. કુન્દ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે અલગ થઈ ગયા છીએ અને પ્લીઝ આ મુશ્કેલ સમયમાં અમને સમય આપો.’ આ ટ્વીટથી રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી (ShilpaShetty) વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

રાજે પોતાના ટ્વીટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે. શું તેમનો અને શિલ્પા શેટ્ટીનો સંબંધ ખરેખર ખતમ થઈ રહ્યો છે કે પછી આ એક મજાક છે? આ ટ્વીટ જોયા બાદ યુઝર્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક માને છે કે આ અભિનેતાની પોતાની ફિલ્મને પ્રમોટ કરવાની રીત છે.

યુઝર્સે રાજ કુન્દ્રાના ટ્વીટ પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ‘તમારો મતલબ શું છે, અલગ થઈ ગયા? છૂટાછેડા?’ બીજાએ લખ્યું, ‘ખૂબ જ દુઃખદ.’ આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે. જ્યારે કેટલાકે કોમેન્ટ કરી કે, ‘શું આ ડ્રામા છે?’, ‘શું તમે તમારી ફિલ્મના પ્રચાર માટે આ બધું લખો છો?’, ‘પબ્લિસિટી સ્ટંટ’. રાજ કુન્દ્રાએ આ ટ્વીટ કોને કરી છે અને તેનો અર્થ શું છે તે વિશે હવે તે જ કહી શકે છે.

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં ગયો હતો
વર્ષ 2021માં રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં ગયો હતો. હવે તે પોતાના અનુભવ પર આધારિત ફિલ્મ ‘UT69’ લઈને આવ્યા છે. પોતાના અનુભવોની ફિલ્મ પર રાજ પોતે જ અભિનય કરતો જોવા મળશે. રાજે ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે કહ્યું હતું કે જ્યારે તેણે શિલ્પા સાથે ફિલ્મ અંગે વાત કરી તે નારાજ હતી. જ્યારે મેં તેને કહ્યું કે મારી પાસે સ્ક્રિપ્ટ છે અને હું તેના જવાબની રાહ જોઈ રહ્યો છું. આટલું કહીને હું જ્યારે વળ્યો ત્યારે મારા ચહેરા પર ઊડતી ચંપલ આવી ગઈ હતી. મને લાગે છે કે તેણે વિચાર્યું કે આ વિચાર થોડો જોખમી હતો. કદાચ તેણે વિચાર્યું હતું કે આ ફિલ્મ નહીં બને.

ફિલ્મ UT69 ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ ‘UT69’નું ટ્રેલર 18 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફીના કેસમાં જેલના દિવસોના અનુભવો બતાવવામાં આવ્યા છે. કેવી રીતે મુંબઈની આર્થર રોડ જેલમાં રાજ કુન્દ્રાના કપડા પણ ઉતારવામાં આવ્યા હતા. તેને ખૂબ જ ખરાબ ખોરાક આપવામાં આવતો હતો અને તેને અન્ય કેદીઓ વચ્ચે કેવી રીતે હેરાન કરવામાં આવતો હતો અને તેની પત્ની શિલ્પા શેટ્ટી વિશે અભદ્ર કોમેન્ટ કરવામાં આવતી હતી. આ ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થશે. આ સાથે રાજ કુન્દ્રા ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

Most Popular

To Top