National

પશ્ચિમ બંગાળમાં અલગ રાજ્યની માંગે જોર પકડ્યું, 8 પક્ષોએ નવું ગઠબંધન બનાવ્યું

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) અલગ રાજ્યની (New State) માંગએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર બંગાળમાં (North Bengal) 8 સ્થાનિક પક્ષો પ્રદેશમાં અલગ રાજ્યની માંગ કરવા માટે એક થયા છે. આ પક્ષોએ ‘યુનાઈટેડ ફ્રન્ટ ઓફ સેપરેટ સ્ટેટ’ (United Front Of Separate State) નામનું એક નવું ગઠબંધન બનાવ્યું છે. આ સંગઠન હેઠળ પ્રથમ કોન્ફરન્સ સોમવારે સાંજે સિલીગુડીમાં આયોજિત કરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગા પૂજાનો (Durga Pooja) તહેવાર પૂરો થયા બાદ આ સંગઠન સિલીગુડીમાં એક મોટી રેલી કરશે અને પોતાની માંગણીઓ રજૂ કરશે.

અહેવાલો અનુસાર, સંગઠન બનાવનાર પક્ષોમાં ગોરખા જનમુક્તિ મોરચા, કામતાપુર પ્રોગ્રેસ પાર્ટી, કામતાપુર પીપલ્સ પાર્ટી (યુનાઈટેડ), ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન, જય બિરસા મુંડા ઉલગુલન, એસસી-એસટી-ઓબીસી મૂવમેન્ટ મંચ, ભૂમિપુત્ર યુનાઈટેડ પાર્ટી અને ઓલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. નવા અમ્બ્રેલા ફ્રન્ટની કોર કમિટીમાં આ દરેક પક્ષોના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આગામી દુર્ગા પૂજા ઉત્સવ પછી, આ સંગઠન સિલીગુડીમાં એક મેગા રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં તે પોતાની માંગણીઓ રજૂ કરશે. આગામી સમયમાં કોલકાતા અને નવી દિલ્હીમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવાની યોજના છે.

મંગળવારે, ગોરખા જનમુક્તિ મોરચાના સુપ્રીમો બિમલ ગુરુંગે કહ્યું કે મોટા હેતુ માટે સંયુક્ત આંદોલન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે સમગ્ર ઉત્તર બંગાળ લાંબા સમયથી વંચિત છે. તેમણે કહ્યું, “અમે આ મામલો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે ઉઠાવીશું.” દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વએ આરોપ લગાવ્યો છે કે નવા સંયુક્ત મોરચાને ભારતીય જનતા પાર્ટી તરફથી છૂપો સમર્થન મળી રહ્યું છે. તે એવો પણ દાવો કરે છે કે ભગવા પક્ષના ઘણા ચૂંટાયેલા ધારાસભ્યોએ ભૂતકાળમાં પ્રદેશમાં અલગ રાજ્ય માટે સમર્થન આપ્યું છે. તે જ સમયે, ભાજપે હજુ સુધી આ ઘટનાક્રમ પર કોઈ ટિપ્પણી કરી નથી.

Most Popular

To Top