વડોદરા: રાજસ્થાનના મારબલના વેપારીની હત્યાના પ્રયાસના ગુનામાં યુસુફ શેખ છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડમાં આવતો નથી.તેની સામે શહેરના મળીને 20 જેટલા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ છે. તેની ઘણીવાર વોરંટ નીકળ્યા હોવા છતા એકપણ વાર યુસુફ કોર્ટમાં હાજર રહેતો નથી. વડોદરા શહેરના ભુમાફિયા યુસુફ કડિયા પાસે રાજસ્થાનના મારબલના વેપારી ઉઘરાણી કરવા માટે વડોદરા આવ્યા હતા. રૂપિયાની માગણી કરતા ઉશ્કરાયેલા યુસુફે વેપારીના ગળા પર ચાકુ મુકાવી ફરાર થઇ ગયો હતો.
જેથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.જેથી આરોપી ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય ઘણા સમયથી પોલીસ પકડમાં આવતો નથી. યુસુફ કડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેના વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના તમામ કેસોમાં ટ્રાયલ પણ ચાલુ થઈ ગયા છે પરંતુ છેલ્લા 3 વર્ષ થી એક પણ દિવસ કોર્ટમાં હાજર રહેતો નથી વારંવાર તેની સામે વોરંટ નીકળેલા છે તેમ છતાં પણ પરતુ એક વખત આરોપી હાજર રહેતો નથી.
જેપી રોડ પોલીસ સ્ટેશન , કારેલીબાગ પોલીસ સ્ટેશનને અને ક્રાઈમ બ્રાન્ચની બેદરકારીના કારણે વોરંટ બજતા નથી. તમામ કોર્ટના સરનામે તેણે પોતાનું કારેલીબાગની હદમાં આવેલું મચ્છીપીઠનું એડ્રેસ છે પરંતુ આકરોપી જેપી રોડની હદમાં આવેલું વાસના રોડ પર અર્થ કોમ્પ્લેક્સ 24 બી ટાવરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભુમાફિયા યુસુફ કડીયો વિવિધ ગુનાઓ કરવામાં માસ્ટર માઈન્ડ હોય તેવુ જણાઈ રહ્યું છે. પરંતુ યુસુફ કડીયો પોલીસ પકડથી કેમ દુર રહે છે તે મામલે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.