આણંદ: આણંદ શહેરમાં કુલ 16 સેન્ટરોમાં GPSC નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર વર્ગ – 3 ની રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 4740 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 56.96 ટકા જ એટલે કે, 2700 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે, બાકીના 43.04 ટકા એટલે કે, 2040 વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્યક્રમથી વિવિધ કારણોસર ઉપસ્થિત રહ્યા ન હતા. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી માટે રવિવારે આણંદ જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ફોર્મ ભરનાર કુલ વિદ્યાર્થીઓ પૈકી 4740 ઉમેદવારો માટે આણંદ શહેરની જુદી-જુદી શાળાઓમાં કુલ 16 સેન્ટર ફાળવવામાં આવ્યાં હતાં. આ તમામ 16 સેન્ટરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કુલ 4740 ઉમેદવારો પૈકી માત્ર 56.96 ટકા એટલે કે, 2700 ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જ્યારે, 43.04 ટકા એટલે કે, 2040 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. જોકે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
આણંદમાં GPSC આયોજિત પરિક્ષામાં માત્ર 56 ટકા ઉમેદવારો જ ઉપસ્થિત
By
Posted on