વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલમાં જતી વેળા તેમ વાન ચાલકને પ્રોબ્લેમ થયો છે. ઘરે જવું પડશે તેમ કહી રસ્તા વચ્ચે ઉતરી ગઇ હતી.પરંતુ તેના ઘરે પહોંચી પરત ફરી ન હતી. પરિવારે શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. જેથી પરિવારે હરણી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.તેના ફોન પર સંપર્ક કરતા સ્વિચ ઓફ આવતો હતો.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતી બાળકી હરણી રોડ પર આવેલી એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના માતા પિતા દ્વારા પોતાની દીકરીને સ્કૂલમાં જવા માટે વાન કરાવી હતી. જેમાં રોજ વાનમાં બેસીના સ્કૂલમાં આવન જાવન કરતી હતી. દરમિયાન 14 ઓક્ટોબરના રોજ શનિવારે રાબેતા મુજબ ઘરેથી વાન ચાલક ઘરમાં બાળકીને વાનમાં બેસાડી લઇ ગયો હતો. દરમિયાન માણેક ચાર રસ્તા પાસે બાળકીએ વાન ચાલકને મને પ્રોબ્લેમ થયો છે તેમ કહીને નીચે ઉતરી ગઇ હતી. પરંતુ મોડા સુધી દીકરી ઘરે નહી આવતા માતાએ પિતાએ વાન ચાલકને ફોન કરી પૂછ્યું હતું.
ત્યારે જાણ થઇ હતી કે તેમની દીકરી સ્કૂલ પહોચતા પહેલા રસ્તામાં પ્રોબ્લેમ થયો હોવાનુ કહીને ઉતરી ગઇ હતી. જેથી પરિવારના સભ્યોએ તેમની દીકરીની તના મિત્રો વર્તુળ તથા સગા સંબંધીઓના ઘરે જઇને તપાસ કરી હતી. પરંતુ ત્યાં પણ નહી આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના માતાએ પિતાએ હરણી પોલીસ સ્ટેશનમાં તેમની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે હજુ સુધી તેનો કોઇ પત્તો લાગ્યો નથી.અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિની પાસેનો મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સતત બંધ આવતો હતો.