અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની મેચની ટિકિટના (Ticket) મામલે ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ (Kidnapped) કરી તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસને (Police) મળતાં પોલીસે અપહરણ કરનાર ચાર શખ્સની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સ્ટેડિયમ ખાતે નોકરી કરતા વિવેકભાઈને ભારત પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદવાના બહાને ચાર શખ્સોએ ઇસ્કોન બ્રિજ પાસે બોલાવી બળજબરીપૂર્વક તેને વેજલપુર ક્રોસિંગ નજીક લઈ જઈ મારમારી એટીએમમાંથી 24 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટનાને વિવેકભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉન્મેશ અમીન, રવિ પરમાર, સંજય પરમાર અને એક સગીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે, આ આરોપીઓ ટિકિટ ખરીદવા સ્ટેડિયમ પર ગયા હતા, ત્યારે સ્ટેડિયમ પર વિવેક વાળા નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. વિવેક વાળાએ ભારત પાકિસ્તાન મેચની ટિકિટ આપવાની વાત કરી, આથી ચારે આરોપીઓ અને વિવેક એક વચેટિયા વ્યક્તિ પાસે ગયા હતા, પરંતુ વિવેક પાસે ટિકિટ નહીં હોવાની આરોપીઓને શંકા ગઈ હતી. આથી વિવેક વિવેકનું અપહરણ કરી મારમારીને તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી એટીએમમાંથી 24 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આરોપી યુવકોએ ટિકિટના કાળા બજાર માટે આ ષડયંત્ર કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ આરોપીઓને રિમાન્ડ ઉપર લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લિકેટ ટિકિટનું કૌભાંડ- 108 ટિકિટ સાથે ચાર શખ્સની ધરપકડ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ટિકિટો માટે લોકો ભારે પડાપડી કરી રહ્યા છે. ક્રિકેટ રસીયાઓ ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા તૈયાર હોવાથી કેટલાક શખ્સોએ ડુપ્લીકેટ ટિકિટ બનાવી તેને વેચવાનું શરૂ કર્યું હતું. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં પોલીસે ડુપ્લીકેટ ટિકિટ વેચતા ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી 108 ડુબલીકેટ ટિકિટો જપ્ત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષમાં દરોડો પાડીને ભારત પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો બનાવતા ચાર શખ્સો ઝેરોક્ષ માલિક ખુશ મીણા, રાજવીર ઠાકોર, ધૂમિલ ઠાકોર અને જયમીન પ્રજાપતિની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, મોનિટર, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર સહિત બે લાખનો મુદ્દામાલ તેમજ મેચની 108 નંગ ડુપ્લીકેટ ટિકિટ જપ્ત કરી હતી.