હમાસ (Hamas) કમાન્ડર અને ઇઝરાયેલના (Israel) વડાપ્રધાનનો વીડિયો (Video) જાહેર થયા બાદ હવે ભારત (India) સમેત સમગ્ર વિશ્વ એલર્ટ થયું છે. હમાસ કમાન્ડર અહમૂદ અલ ઝહરના વીડિયો બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું હતું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ચિત છે. તો બીજી તરફ હમાસના કમાન્ડર મહમૂદ અલ-ઝહરે એક મિનિટથી વધુ સમયનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે.
ઈઝરાયેલ પર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ-ઝહરે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે. હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 1200 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ ઝહરે એક વીડિયો જાહેર કરીને આખી દુનિયાને ચેતવણી આપી છે.
હમાસ કમાન્ડરે વિડિયોમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ માત્ર શરૂઆત છે. આખી દુનિયામાં અમારો કાયદો લાગૂ થશે. 510 મિલિયન ચોરસ કિલોમીટરનું આખું વિશ્વ એક એવી વ્યવસ્થા હેઠળ આવશે જ્યાં કોઈ અન્યાય, કોઈ જુલમ અને કોઈ ગુનો નહીં હોય, જેમ કે તમામ આરબ દેશો, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનો સાથે કરવામાં આવી રહ્યું છે.
હમાસ કમાન્ડરના આ વીડિયો પછી જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ચિત છે. તેમણે કહ્યું કે હમાસ એક આતંકવાદી સંગઠન ISIS છે અને અમે તેને કચડી નાખીશું. જેમ દુનિયાએ તેનો નાશ કર્યો છે તેમ અમે પણ કરીશું.
ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવી લીધા છે. ઇઝરાયેલના પીએમ અને વિપક્ષી દળોએ સંયુક્ત રીતે હમાસ સામે ‘રાષ્ટ્રીય કટોકટી સરકાર’ની સ્થાપના કરી છે. તો બીજી તરફ હવે આ યુદ્ધ એક રીતે વૈશ્વિક કટોકટીની તરફ જઈ રહ્યું હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે. મિડલ ઈસ્ટ અત્યારે અનેક અસંભાવનાઓ અને ખૌફના ઢગલા પર બેઠું છે. ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને UAE જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો એકસાથે આવી શકે છે. 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં સુન્ની હમાસના આતંકવાદીઓ દ્વારા નરસંહાર બાદ ગાઝામાં જવાબી કાર્યવાહી જોવા મળી રહી છે. અત્યાર સુધી ફાઇટર પ્લેનથી શેલ છોડવામાં આવી રહ્યા છે પરંતુ એવી પણ આશંકા છે કે ઇઝરાયેલ તેની સેનાને ગાઝામાં દાખલ કરી શકે છે અને જમીની કાર્યવાહીનો આદેશ આપી શકે છે.
આ રીતે જોવામાં આવે તો મધ્ય પૂર્વમાં વધી રહેલો તણાવ મોટા જોખમનો સંકેત આપે છે. સમગ્ર વિશ્વ ખાસ કરીને લોકશાહી દેશો આ ઘટનાક્રમને નિહાળી રહ્યા છે. ભારત મધ્ય પૂર્વના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે આવા ઘણા દ્રશ્યો ઉભા થઈ શકે છે જે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે છે.