Comments

માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન થાય તો વાંધો શું?

તાજેતરમાં યુરોપિયન દેશોમાં શિક્ષણ અને સંશોધનની ચિંતા કરનારી એક સંસ્થાએ તારણ આપ્યું છે કે જો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધન માટે અંગ્રેજી no ફરજીયાત આગ્રહ રાખવામાં આવશે તો સંશોધનની ગુણવત્તા ને અસર પડશે. ભારત્તમાં પણ નવી શિક્ષણ નીતિમાં હવે માતૃભાષામાં પણ સંશોધનને માન્ય ગણવા પર ભાર મુકવામાં આવ્યો છે આમ છતાં આપણી માનસિકતા એવી છે કે આપણે અંગ્રેજીમાં થાય તેને જ રાષ્ટ્રીય કે અન્ત્ર્રસ્ત્રીય સ્તર નું સંશોધન માનીએ છીએ

દુનિયામાં ભારત માત્ર એવો દેશ છે જ્યાં શિક્ષણમાં પોતાની ભાષા નું મહત્વ નથી . ફ્રાંસ માં ફ્રેંચ .જર્મનીમાં જર્મન ચીન માં ચાઇનીસ ભાષામાં પ્રાથમિક થી પીએચડી સુધીનું શિક્ષણ મેળવી શકાય છે નેધરલેંડ માં નાગરિકતા મેળવવા માટે ત્યાની ડચ ભાષા શીખવી જરૂરી છે તમે ગમે એટલા વર્ષ ત્યાં રહો પણ નાગરિકત્વ મેળવતા પહેલા ત્યાની ભાશની પરીક્ષા આપવી જ પડે માત્ર આટલું જ પુરતું નથી આ દેશો ઉચ્ચ શિક્ષણ પણ પોતાની ભાષામાં આપે છે વિદેશી વિદ્યર્થીઓ માટે અંગ્રેજી માં પ્રેઝન ટેશન થાય છે પણ અંગ્રેજીમાં જ ભણાવવું ફરજીયાત નથી .

હમણાં જ ફ્રાન્સની જાણીતી યુનીવર્સીટીમાં માસ્ટર્સ ના વિદ્યાર્થીઓની પરીક્ષમાં પ્રશ્નપત્ર માં અંગ્રેજી વર્જન છપાયું ન હતું માત્ર ફ્રેંચ માં જ હતું તો આમાં કોઈ હોબાળો ના થયો માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જેઓ માત્ર અંગ્રેજી સમજે છે તે આવતા અઠવાડિયે પરીક્ષા આપે જેને ફ્રેંચ સમજાય એ અત્યારે આપે ગાંધીજી અંગ્રેજીના ઉત્તમ જાણકાર હતા છતાં, એમણે પોતાની આત્મકથા ગુજરાતીમાં લાખી. બાપુ જેવું સરળ ગુજરાતી ભાગ્યેજ કોઈ લખી શકે .

તે માતૃભાષાના આગ્રહી રહ્યા શિક્ષણમાં પણ આપણને મળેલા મહાન લેખકો કેળવણીકારો પોતપોતાની માતૃભાષામાં ભણ્યા છતાં સારા અંગ્રેજીના જાણકાર પણ હતા જ જવાહરલાલ નહેરુ કહેતા કે માણસને જે ભાષામાં સપના આવે તે તેની ભાષા ..આ વાત આજે એટલે કરવી પડે છે કે ભાષાના શિક્ષણ અને શિક્ષણના માધ્યમ તરીકે ભાષાનો ભેદ આપડે ત્યાં તજજ્ઞો ભૂલતા જાય છે દેશ આંખમાં શિક્ષણ નીતિના અમલ માટે નિર્ણયો કરનારા કોણ જાને કેમ અંગ્રેજીની ગુલામી છોડતા જ નથી અથવાતો એમણે એ ગુલામી દેખાતી જ નથી .

આપડે ત્યાં જ્યારેત્યારાએ અંગ્રેજી માધ્યમ માં બાળકોને ભણાવવા કે નહિ એની ચર્ચા થાય છે પણ ઉચ્ચ શીક્ષણમાં માત્ર અને માત્ર અંગ્રેજી ફેલાતું જાય છે તેની કોઈ ચર્ચા જ અંતહી કરતુ .ગુજરાતમાં ગુજરાત યુનીવર્સીટી માં મગનભાઇ દેસાઈ એ ગુરાતી માધ્યમ માં ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરી ત્યારે અનેકે આ માધ્યમને મગ્ન માધ્યમ તરીકે ઉતરી પાડ્યું અપન એ ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં પણ લઇ શકાય એવી જોગવાઈ ભારતના બંધારણીય હક્કો પ્રમાણે હતી એ બહુ ઓછા લોકો બોલ્યા . ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતી બને તો ગુજરાતના વિદ્યાર્થીને વિશ્વ કક્ષાના ગાયનનો લાભ કેવી રીતે મળે .

દુનિયાની ભાષામાં થયેલા શશોધન આ વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોચે . જિજ્ઞાસુ વિદ્યાર્થીને ગુજરાતીમાં આ લાભ મળી શકે ? આપ્ર્શ્નના જવાબ માટે બન્યું ગુજરાત યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને સમાંજ્શાસ્ત્રો વિજ્ઞાન ના તમામ પુસ્તકો ગુજરાતી ભાષામાં પુરા પાડવાના પ્રયત્ન થયા પણ છેલ્લા વર્ષોમાં એક તરફ ખાનગી યુનીવર્સીટી વધી બીજી બાજુ પ્રજામાં અંગ્રેજી માધ્યમનો મોહ વધ્યો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થો માટે નીતિ ઘડનારા ને મૂળ ભારત સાથે નાતો તુટ્યો એટલે યુજીસી જેવી માર્ગદર્શક સંસ્થાએ નિયમ બનાવ્યો કે વય્ક્તિ પી એચ અડી કરે તો ભાષા સિવાયના તમામ વિષય માં તેનો શ્ન્શોધ્ન લેખ એટલેકે થીસીસ અંગ્રેજીમાં જ હોવો જોઈએ એટલે કે ગુજરાતનો વિદ્યાર્થી અર્થશાસ્ત્ર સમાંજ્શાત્ર જેવા કોઈ પણ સામાજિક વિગ્યાનોમાં પણ પી એચ ડી કરે તો તેને થીસીસ અંગ્રેજીમાં જ આપવો એટલે આખા ગુજરતમાં એવું શરુ થયું કે વિદ્યાથી શ્ન્શોધ્ન ભલે ગુજરાતીમાં કરે પણ ફાઈનલ થઇ ગયા પછી આખા નીબ્ધ નું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરી ને જ તેને થીસીસ જમા કરાવવો પાડે ..આ ખો ટુ છે ,,,

શ્ન્શોધ્નની ગુણવત્તા મહત્વની છે ભાષા નહિ .પી એચ ડી ની માન્યતા ના માપદ્દોડો અઘરા હોય એ સ્વીકારી શકાય સંશોધન ખરા આર્થ માં સંશોધન હોય એ માંગવા યોગ્ય છે. એડમીશન લે એ બધા જ પીએચ ડી થઇ જ જાય એવું ના હોય પણ …પણ અંગ્રેજીમાં થીસીસ આપે એ જ પી.એચ.ડી થાય એ વાત ખોટી છે બધારણ ની વિરુદ્ધ છે આપડા બધારણે આપણને માત્રુ ભષામાં શિક્ષણનો આધિકાર આપેલો છે એ મેડીકલ થી માંડી ને પીએચ ડી શુધી મળવો જોઈએ .

આપડો દેશ વિવિધતામાં એકતા ધરાવે છે અને મોટો પણ ખુબ છે આપડા એક રાજ્ય ની વસ્તી જેટલા દુનિયામાં દેશો છે છતાં એ લોકો પોતાની માત્રુ ભાષામાં શિક્ષણ આપે છે તો છ કરોડ ની વસ્તી વાળું ગુજરાત પોતાની ભાષમાં શિક્ષણ કેમ ના આપે ? નવી શિક્ષણ નીતિ ના મુસદ્દા માં આ બાબત પણ વિચારવી જરૂરી છે. સરકાર દરેક વખતે ખોટી નથી હોતી હાલ ની સરકાર વારંવાર આ મુદ્દો ચર્ચે છે કે આપડે ઈજનેરી અને તબીબી સહિતના અભ્યાસક્રમ ના ભારતીય ભાષામાં પુસ્તકો તેયાર કરીએ. ઓછામાં ઓછુ હિન્દીમાં તો વિકલ્પ મળવો જ જોઈએ .

જો સરકાર આ કહી રહી છે તો એમાં ખોટું શું છે . પણ સરકારે નવી શિક્ષણ નીતિના અમલ પ્રસંગે આ બાબતો ને નિયમ નું રૂપ અપ્પ્વાની જરૂર છે અને પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ સુધી બધે જ બે ભાષામાં વિકલ્પ આપવાની જરૂર છે . દરેક રાજ્યમાં પોતાની માતૃભાષામાં ભણવાની છૂટ મળે તો કદાચ પ્રાદેશિક વિરોધાભાશો પણ દુર થાય .  સમય વિચારવાનો છે વધુ વિકલ્પ આપવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top