Vadodara

છોટાઉદેપુર તાલુકામા દૂધ સંજીવની યોજના છેલ્લા 4 મહિનાથી બંધ

છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું તેના 4 માસ જેવો વીતી ગયા છતાં આજદિન સુધી આદિવાસી બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતું દૂધ આપવામાં આવ્યું નથી. જેના કારણે આદિવાસી બાળકો પૌષ્ટિક આહારથી વંચિત રહે છે. અને સિકલસેલ એનિમિયા જેવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે નાના બાળકો દૂધ ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. અને અશક્તિનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડે છે અને બાળકો સારીરીતે શિક્ષણ કાર્ય કરી શકતા નથી. પહેલાના શત્રમાં જે દૂધ સંજીવની યોજના નિયમિત ચાલતી હતી. પરંતુ એકાએક બંધ થવાનું કારણ શું. તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. 

છોટાઉદેપુર તાલુકામાં આવેલા અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં સરકારની ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં આવેલી છે. પ્રાથમિક કક્ષાના બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ સવારે નિયમિત દૂધ આપવા સરકારનો ઉચ્ચ અભિગમ છે પરંતુ કોઈ કારણસર દૂધ સંજીવની યોજના છોટાઉદેપુર તાલુકામાં હાલ હાલ બંધ છે. જેના કારણે અગાઉ આપવામાં આવતા દૂધથી બાળકો વંચિત રહી ગયા છે .અને જેના કારણે પોષક તત્વોનો પણ અભાવ જોવા મળે છે અને બાળકોમાં ખામી ઉત્પન્ન થાય છે કે અગાઉના દિવસોમાં આપવામાં આવતું દૂધ હાલ કયા કારણસર બંધ થઈ ગયું તે એક મોટો પ્રશ્ન છે. અને વહેલી તકે ચાલુ થાય તેવી લોક લાગણી અને માંગણી ઉઠી છે

આવેલી છોટાઉદેપુર તાલુકાની શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી દૂધ સંજીવની યોજના અંતર્ગત જે દૂધ આપવામાં આવતું હતું તે 4 માસથી ન આપવામાં આવતા બાળકો અને વાલીઓ પણ પ્રશ્ન કરી રહ્યા છે. ગરીબ આદિવાસી વાલી પોતાના બાળકને સારા શિક્ષણ અર્થે શાળાએ મોકલતો હોય છે અને તેના માટે સરકારે ઘણા બધા અભિગમો અપનાવ્યા છે ને યોગ્ય શિક્ષણનો ગ્રાફ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. છોટાઉદેપુરના આદિવાસી બાળકોના શિક્ષણ નો ગ્રાફ વધે અને તેઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રશંસનીય છે પરંતુ છોટાઉદેપુર તાલુકામાં બાળકોને દૂધ ન મળતા ભારે નારાજગી જોવા મળી રહી છે

છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 માસથી બાળકોને આપવામાં આવતું દૂધ બંધ છે. જ્યારે દેશનું ભવિષ્ય નાના વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહારને કારણે વંચિત રહી ગયા છે. છોટાઉદેપુર તાલુકાની શાળાઓને દૂધ સંજીવની યોજના અંતર્ગત જે દૂધ બાળકોને આપવામાં આવતું હતું એ મળ્યું નથી જેના કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં ખામી સર્જાય તેવી શક્યતાઓ છે. દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ આ યોજના કેમ ચાલુ કરવામાં આવતી નથી એ પ્રશ્ન છે. છોટાઉદેપુર તાલુકાની અંતરિયાળ શાળાઓ માં ગરીબ આદિવાસી બાળકોમાં શારીરિક અને માનસીક ક્ષમતા ઘણીવાર ઓછી હોય તેને પૌષ્ટિક આહાર મળી રહે તેમાટે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સદર યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.

Most Popular

To Top