Sports

Asian Games 2023: આજે ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ, તીરંદાજીમાં બે ગોલ્ડ સાથે કુલ 21 સ્વર્ણ પદક

નવી દિલ્હી: ચીનમાં (china) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે (India) અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 84 મેડલ (Medal) જીત્યા છે. આ સિવાય ક્રિકેટ અને રેસલિંગ ઈવેન્ટમાં મેડલ આવવાના બાકી છે. ભારત માટે મેન્સ તીરંદાજી ટીમે કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારત માટે, ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને પ્રથમેશ જાવકરે શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ પર નિશાન સાધ્યું. ભારતીય તીરંદાજી ટીમે ફાઇનલમાં રિપબ્લિક ઓફ કોરિયાની ટીમને હરાવી હતી.

ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને પ્રથમેશ જાવકરે કોરિયન ટીમને 235-230 થી હરાવ્યું હતું. ભારતીય ટીમે પહેલા છેડે 58, બીજા છેડે 116, ત્રીજા છેડે 175 અને ચોથા છેડે 235 રન બનાવ્યા હતા. રિપબ્લિક ઓફ કોરિયાના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સામે ટકી શક્યા ન હતા. ભારતીય ટીમને તેમને હરાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ભારતીય ટીમ ફાઇનલમાં એક વખત પણ કોરિયાથી પાછળ રહી ન હતી અને શાનદાર શૈલીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની તીરંદાજીમાં ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે એશિયન ગેમ્સના 12મા દિવસે આજે સ્ક્વોશમાં ગોલ્ડ જીત્યો હતો. સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને હરિન્દર સિંહે સ્ક્વોશની ફાઇનલમાં મલેશિયાની જોડીને 2-0થી હરાવી છે. ભારતની કમ્પાઉન્ડ મહિલા તીરંદાજી ટીમે એશિયન ગેમ્સમાં ચાઈનીઝ તાઈપેઈને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે 12મી વખત ત્રણ ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાવી છે.

ભારતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 84 મેડલ જીત્યા છે, જેમાં 20 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સામેલ છે. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે છેલ્લી એશિયન ગેમ્સમાં 16 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા. વર્તમાન એશિયન ગેમ્સમાં ચીન નંબર વન પર છે. ચીને અત્યાર સુધીમાં 322 મેડલ જીત્યા છે.

Most Popular

To Top