Vadodara

સયાજી હોસ્પિટલમાં બે જુથ વચ્ચે મારામારી થતા નાસભાગ

વડોદરા: માથાભારે અને બુટલેગર હુસેન સુન્ની અને તેના મિત્રો જાવેદ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.પહેલા કારેલીબાગ વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં મારામારી થઇ હતી જેમાં તેમને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં ત્યાં બંને પક્ષોએ મારામારી કરી હતી. જેના પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે દોડી આવી મામલો થાડે પાડ્યો હતો. શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા માથાભારે અને હિસ્ટ્રીશિટર હુસેનમીયાં કાદર મીયાં સુન્ની ઉર્ફે હુસેન સુ્ન્ની મિત્રો સાથે ઉભા હતા.

તે દરમિયાન હુસેન સુન્નીના મિત્ર જાવેદ શેખ સાથે મંગળવાર રાત્રે પડીકી ખાવા માટે બોલાચાલી થઇ હતી. દરમિયાન બંન્ને વચ્ચે એટલી હદે મારામારી થઇ હતી. બંને એકબીજા પર ફિલ્મી સ્ટાઇલ હુમલો કર્યો હતા.જેમાં બંને ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્ટિલટના તાત્કાલિક વિભાગના રૂમમાં હુસેન સુન્ની અને જાવેદ શેખના પક્ષના લોકોએ એકબીજ સાથે મારામારી કરી હતી.

બંને પક્ષના લોકોએ હોસ્પિટલમાં પડેલા સાધનોતી હુમલો કરતા અન્ય દર્દીમાં ભયનો માહોલ ફેલાયો હતો.જ્યારે કેટલાક દર્દીઓના સંબંધીઓ પણ બહાર નીકળી ગયા હતા. ઘટના પગલે તાત્કાલિક વિભાગના રૂમમાં લોકોના ટોળા જામ્યા હતા. હોસ્ટિલના સિક્યુરિટી દ્વારા રાવપુરા પોલીસને જાણ કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો આવ્યો હતો અને મામલો થાડે પાડ્યો હતો. જોકે રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી જી તિવારીને આ બાબતે પૂછતા તેઓએ બંને પક્ષોએ ફરિયાદ નહી નોંધાવવા માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું.

7 ફેબ્રુઆરી 2022માં મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પર ગેસનો બોટલ ફેંક્યો હતો
માથાભાર અને બૂટલેગર હુસેન સુન્નીએ ભૂતકાળમાં ડી-સ્ટાફના કોન્સટેબલ પર હુમલો કર્યો હતો. ટ્રેનના ડબ્બામાં વિડીયો બનાવી ખુલ્લેઆમ દારૂ વેચવાનું એલાન કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને છેલ્લે રાણા પંચની જગ્યા પર ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો.7 ફેબ્રુઆરી 2022માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ કોર્પોરેશનની ટિમ સાથે અહીં પહોંચ્યા ત્યારે તેઓ પર ગેસનો બોટલ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. તેમ છતાં હુસેન સુન્નીની ગુલામ સામે ઢીલી રીત દાખવી કારેલીબાગ પોલીસ સામે કાર્યવાહી નહી કરતા 126 પોલીસ કર્મીની બદલી સાથે ડીસ્ટાફનું વિસર્જન કરાયું હતું. ત્યારબાદ રાવપુરા પોલીસમાંથી ડીસ્ટાફનું વિસર્જન કરાયું હતું.

કચ્છની જેલમાં સજા કાપતા હુસેન સુન્નીએ જેલમાં ફોટો પડાવી વાઇરલ કર્યા હતા
કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતો હુસેન સુન્ની માથાભારે છે તેના પર પ્રોહિબિશન મારામારી ખંડણી માગવા એનડીપીએસ સહિત વિવિધ ગુનો નોંધાઇ ચૂક્યા છે. તાજેતરમાં હુસેન સુન્ની સાથે તેના ભાઇનોને પણ પાસા કરાઇ હતી. અગાઉ તે કચ્છની જેલમાં સજા કાપતો હતો તે ત્યારે તેને જેલમાં તેના મિત્રો સાથે ફોટોશેસન કરાવ્યું હતું. જેના ફોટો પણ વાઇરલ થયા હતા.

મંગળવારે રાત્રે SSGમાં મારામારી થઇ પરંતુ પોલીસ બુધવાર બપોર સુધી અજાણ
મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દુર દુરથી સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. મંગળવારે રાત્રીના સમયે હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં હુસેન સુન્ની અ્ને જાવેદ શેખના પક્ષના લોકોએ મારામારી કરી હતી જેના પગલે હોસ્પિટલમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ઇમરજન્સી વોર્ડમાં પડેલા હોસ્પિટલના સાધનો વડે એક બીજા પર હુમલો કરાયો હતો. જેથી સરકારી પ્રોપર્ટીને પણ નુક્સાન પહોંચાડ્યું હોવા છતાં પોલીસ દ્વારા તેમની સામેસરકાર તરફે પણ તેમની સામે ગુનો કેમ દાખલ કરવામાં આવ્યો નથી.સુત્છેરોમાંથી એવું જણવા મળ્યું છે કે રાવપુરા પોલીસને મંગળવારે રાત્રીના બનેલી ઘટનાની જાણ ન હતી. કે વરદીની એન્ટ્રી પણ પાડી ન હતી. ડીસીપી અભય સોનીએ કહેતા રાવપુરા પોલીસને ઘટના અંગે જાણ થઇ હતી.

Most Popular

To Top