World

તુર્કીની સંસદ પાસે આત્મઘાતી વિસ્ફોટ, સરકારે આતંકવાદી હુમલો ગણાવ્યો

અંકારાઃ (Ankara) તુર્કીની (Turkey) સંસદ પાસે રવિવારે જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ વિસ્ફોટ રાજધાની અંકારામાં સંસદની નજીક એવા સમયે થયો જ્યારે સંસદનું નવું સત્ર શરૂ થવાનું હતું. તુર્કીના ગૃહ મંત્રાલયે રાજધાનીમાં થયેલા વિસ્ફોટને આતંકવાદી હુમલો (Terrorist Attack) ગણાવ્યો છે. હાલ આ કેસમાં મૃતકો વિશે કોઈ માહિતી નથી. તુર્કી મીડિયાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સંસદના એન્ટ્રી ગેટ પર હુમલો કર્યો હતો. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી.

તુર્કીની રાજધાની અંકારામાં સંસદની નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. આ ઘટનામાં થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ હજુ સુધી મળી શક્યો નથી. પરંતુ આ દરમિયાન બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રચંડ બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા અને તપાસ એજન્સીઓ સ્થળ પર તપાસ કરી રહી છે. રાજધાની અંકારામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તુર્કી સરકારે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. વિસ્ફોટની સાથે ગોળીબારના અહેવાલો છે. આ ઘટનાથી અંકારામાં ખળભળાટ મચી ગયો છે. એએફપી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ એર્દોગનની સરકારે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. આ ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.

આરબ ન્યૂઝના અહેવાલ મુજબ સંસદ અને આંતરિક બાબતોના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. તુર્કીની સંસદ ઉનાળાની રજાઓ બાદ રવિવારે ફરી શરૂ થવાની હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે બે આતંકવાદીઓ સવારે લગભગ 9:30 વાગે અમારા મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિક્યુરિટીના પ્રવેશદ્વારની સામે આવ્યા અને બોમ્બ હુમલો કર્યો. તુર્કીના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો, ઘટનાની જાણ થતાંજ ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી.

તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે રવિવારે તેમના મંત્રાલયની નજીક આત્મઘાતી હુમલો થયો હતો. આ ઘટનામાં હુમલાખોરે વિસ્ફોટક ઉપકરણને વિસ્ફોટ કર્યો હતો, જ્યારે બીજા હુમલાખોરને પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો હતો. યેરલિકાએ જણાવ્યું હતું કે રાજધાની અંકારામાં હુમલા દરમિયાન બે પોલીસ અધિકારીઓને ઈજા થઈ હતી. આ આત્મઘાતી હુમલો રવિવારે સંસદની કાર્યવાહી કાર્યવાહી શરૂ થવાના કલાકો પહેલા થયો હતો. ટીવી ફૂટેજમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આ વિસ્તારમાં પાર્ક કરાયેલા એક વાહન પાસે કામ કરતી જોઈ શકાય છે.

Most Popular

To Top